વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું રાજોપચાર પૂજન - At This Time

વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું રાજોપચાર પૂજન


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક, બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે વિજયાદશમી (દશેરા). પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે વિજયાદશમી (દશેરા) નિમિતે તા.12-10-2024ને શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘા અને દાંડિયા -શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે સાંજે હનુમાનજીનું રાજોપચાર પૂજન અને તેમની સમક્ષ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.
જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.
100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે.
આ રીતે રાજોપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.