ભાસ્કર ખાસ:ઉત્તરાખંડમાં ભારત-નેપાળ સરહદે હજારો નર કંકાલોની ગુફા મળી
હિમાલયમાં નર કંકાલોની શોધનો ઈતિહાસ રહસ્યમય અને સદીઓ જૂનો છે. ઉત્તરાખંડના રૂપકુંડ અને મલારીમાં વર્ષો પહેલા સેકડો નર કંકાલ મળ્યા છે, જેના રહસ્યો આજે પણ વણઉકેલ્યા છે. હવે, ભારત-નેપાળ સીમા પર, પિથૌરગઢના ધારચૂલામાં કંકાલોથી ભરેલી એક નવી ગુફા મળી છે. આ શોધ રહસ્યોના અભ્યાસમાં નવો અધ્યાય જોડશે. આ ગુફા ધારચૂલાથી આદિ કૈલાશ યાત્રા માર્ગ પર ગર્બિયાંગ ગામ પાસે મળી આવી છે. હાલમાં જ દિવ્ય ભાસ્કરની ટીમે દુર્ગમ પહાડો પર સ્થિત એક ગુફાને દુનિયા સામે ઉજાગર કરી. જોકે, સ્વિસ ખોજકર્તાઓએ અહીં માનવ કંકાલો વાળી ગુફાનો પહેલા જ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સમય સાથે તેને ભૂલાવી દેવાઈ, હવે આ રહસ્ય એકવાર ફરી સામે આવ્યું છે. વામન ધર્મમાં માનનારા લોકોના કંકાલ હોઈ શકે
ઈતિહાસકાર પ્રો. ગિરીજા પાંડે અનુસાર આ ગુફા આઠમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યના હિમાલય પહોંચતા પહેલા આ વિસ્તારમાં કહેવાય છે કે વામન ધર્મ પ્રચલિત હતો. તે સમયના ધર્મની નિશાની આજે પણ હિમાલય ક્ષેત્રોમાં જોઈ શકાય છે. ઘણાં અંશે શક્ય છે કે આ નર કંકાલ વામન ધર્મમાં માણસોના અંતિમ સંસ્કારની પ્રક્રિયાનો ભાગ હોય. કાર્બન ડેટિંગ, ડીએનએ તપાસ અને અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ પછી જ આ કંકાલોના રહસ્યો ઉજાગર થઈ શકશે. ભારત તરફના ગામોમાં પણ નર કંકાલોની ગુફાઓ
સ્થાનિક લોકો અનુસાર સીમા પર ભારતીય ગામ બુદીથી આશરે ત્રણ કિમી ઉપર પહાડની ટોચ પર પણ નર કંકાલોની એક એવી જ ગુફા છે. તિબ્બત નિષ્ણાત એસએસ પાંગતી અનુસાર, આ રીતે ગુફાના દરમા અને વ્યાસ ખીણમાં ઘણી જગ્યાએ નરકંકાલ જોવા મળ્યા છે. બીજી તરફ, બુદી ગામ ઉપરાંત પૈલસ્પિતિ, રાલપા સહિતાના વિસ્તારોમાં પણ ગુફાઓમાં પણ નરકંકાલ છે. પણ આજ સુધી કોઈ વિજ્ઞાની કે રિસર્ચ ટીમ અહીં નથી પહોંચી શકી. જોકે, સ્થાનિક લોકોે તેના વિશે માહિતગાર છે. 1901માં પહેલીવાર ગુફામાં કંકાલનો દાવો કરાયો હતો
બ્રિટિશ કાળ દરમિયાન, સ્વિસ સંશોધક અર્નાલ્ડ હૈમ અને ઓગસ્ટ ગનસર આ વિસ્તારમાંથી પસાર થઈ ચાલતાં તિબ્બતના તકલાકોટ સુધી પહોંચ્યા હતા. તેમણે 1905માં લખેલું પુસ્તક ‘વેસ્ટર્ન તિબ્બત એન્ડ બ્રિટિશ બોર્બાર લેન્ડ’માં છાંગરુ ગામમાં આ ગુફાનો ઉલ્લેખ છે જેમાં માનવ કંકાલ હોવાનો દાવો કરાયો હતો. તેને આ ગુફાના વિષયમાં છાંગરુ ગામના લોકોએ જ કહ્યું હતું. પણ તે પછી આ ગુફા ઈતિહાસના પાનામાં દટાઈ ગઈ. સ્થાનિકો આ ગુફાને શ્રાપની કહાની સાથે પણ જોડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.