લાઠી વહીવટી તંત્ર દ્વારા મામલતદાર શ્રીની અધ્યક્ષતામાં નગરસેવા સદન ખાતે દસમા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ચીફ ઓફિસર એન.ડી.વોરાના હસ્તે દિપ પ્રાગટય કરી કાયૅક્રમની શરૂઆત કરી.
લાઠી વહીવટી તંત્ર દ્વારા મામલતદાર શ્રીની અધ્યક્ષતામાં નગરસેવા સદન ખાતે દસમા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
ચીફ ઓફિસર એન.ડી.વોરાના હસ્તે દિપ પ્રાગટય કરી કાયૅક્રમની શરૂઆત કરી.
લાઠી સરકાર દ્વારા સમયાંતરે નાગરીકોને મળતા લાભો માટે પારદર્શક વહીવટ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજી અનેક સમાધાનકારી વલણ અપનાવી લાભાર્થીઓને પાતાનો હક્ક પ્રાપ્ત થાય અને સ્થળ ઉપર કાયૅવાહી થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
લાઠી સેવા સેતુ અંતર્ગત વિવિધ વિભાગના કર્મચારીઓ પુરવઠાને લગતી કામગીરી, પોસ્ટ વિભાગ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન,એસ.ટી વિભાગ સહિતની કામગીરીની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું હતું.તેમજ જે સ્થળ ઉપર બની શકે તેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.આ કાયૅક્રમને સફળ બનાવવા પાલીકા ચીફ ઓફિસર અને કમૅચારી ગણે જહેમત ઉઠાવી હતી.સેવાસેતુ માં સ્થળ ઉપર પ્રશ્નો ઉકેલવાના અભિગમ થી યોજાતા સેવાસેતુ માં કોઈ પ્રશ્ન સ્થળ નિકાલ થયો હોય અને અરજદાર ને સંતોષ થયો હોય તેવું જાણવા સાંભળવા મળ્યું નથી સેવાસેતુ ફોટો સેતુ બની રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.