મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ગામે નવલી નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમન નો હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. - At This Time

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ગામે નવલી નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમન નો હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ગામે નવલી નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમને શુક્રવાર ના રોજ માં શક્તિ નવ દુર્ગાના હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સારદીય નવરાત્રી દરમિયાન શ્રી જમનાબેન માતાજી ઉપવાસી રહી મા દુર્ગાની ભક્તિભાવથી પ્રાર્થના આરાધના કરે છે.
આ દરમિયાન મૌન પણ રાખવામાં આવે છે પાવાગઢના મહાકાળી માતાના હવનના આદેશ મુજબ અહીંયા પણ હવન થાય છે.આસપાસ ના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.શ્રી ભરતભાઈ એ. પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચનકરવામાં આવી.
શ્રી પરમાભાઇ શ્રી થાવરાભાઈ શ્રી અરવિંદભાઈ, શ્રી ગોવિંદભાઈ એ દર્શનનો લાભ લીધો હતો.સાંજે થાળ આરતી કરી મહાપ્રસાદ લઈ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.