ધંધુકા વૈષ્ણવ સોસાયટીના ભાઈઓ તથા બહેનો દ્વારા ભારતના રત્ન રતન ટાટાને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
ધંધુકા વૈષ્ણવ સોસાયટીના ભાઈઓ તથા બહેનો તેમજ બાળકો દ્વારા ભારતના રત્ન રતન ટાટાને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારત રત્ન શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ ધંધુકા ના વૈષ્ણવ સોસાયટી દ્વારા ભારતના રત્ન રતન ટાટાને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઉદ્યોગ સમ્રાટ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમણે ઉદ્યોગ-વેપારમાં તેમ જ સમાજ સેવામાં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી અને અનેક ક્ષેત્રોના કરોડો લોકો માટે તેઓ પ્રેરણારૂપ રહ્યા હતા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં ભાવનગર રોડ પર આવેલ વૈષ્ણવ સોસાયટીમાં નવરાત્રી માં માતાજીની મહાઆરતી અને સાથે આપણાં ભારત નાં પનોતા પુત્ર રત્ન શ્રી રતનજી ટાટા ના સ્વર્ગવાસ નિમિત્તે શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વૈષ્ણવ સોસાયટી નાં પ્રમુખ પંકજભાઈ પટેલ તથા યજ્ઞેશભાઇ વ્યાસ તથા ભરતભાઈ પટેલ તથા હિતેશભાઈ પટેલ તેમજ બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું
વૈષ્ણવ સોસાયટી પરીવાર નાં ૫૦ ભાઈ ઓ , બાળકો તથા ૪૦ જેટલા બહેનો દ્વારા સ્વ. રતનજી ટાટા ને શ્રધ્ધાંજલિ નિમિત્તે મોન પાળી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.રતનજી ટાટા નાં આત્મા ને પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.