વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ દ્વારા દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી - At This Time

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ દ્વારા દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી


વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ દ્વારા
દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી
-----------------
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને સોમવાર તા. ૭ ઓક્ટોબર ૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ થયાં છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત શપથ લઈ અને વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા અને નગરપાલિકાના કર્મચારીઓએ નગરપાલિકાના પરિસરમાં દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન, બંધારણીય મૂલ્યોનું જતન કરવા, ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા સહિતના સંકલ્પો થકી દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ઉલ્લેખનીય છેકે, વિકાસ સપ્તાહ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે તેમજ શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ, ભારત વિકાસ પ્રતિજ્ઞા વૉલ પેઈન્ટિંગ તથા રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.