દાહોદ કલેકટર કચેરીના પટાંગણમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી*
તા.૭મીથી ૧૫મી ઓક્ટોબર સુધી ચાલનારા વિકાસ સપ્તાહના પ્રારંભે જિલ્લાના અમલીકરણ અધિકાઆરી ઓએ ભારત વિકાસની સામૂહિક પ્રતિજ્ઞા લીધી*
૦૦
દાહોદ:- નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી થનારા "વિકાસ સપ્તાહ"ની ઉજવણીના પ્રારંભે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના પટાગણમાં ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે સહિત નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ સહિત સૌ અધિકારી ઓએ દેશ માટે સમર્પિત ભાવના સામુહિક ભારત વિકાસના શપથ લીધા હતા. અને પ્રતિજ્ઞાનું વાચન કર્યું હતું.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે.
૦૦૦રિપોર્ટર :- ઝેની શેખ
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.