બરવાળા અને રાણપુરમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓ માટે જાણવા જોગ - At This Time

બરવાળા અને રાણપુરમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓ માટે જાણવા જોગ


હંગામી ફટાકડા લાયસન્સ માટેની અરજી સ્વીકારવાની છેલ્લી તા.૧૦/૧૦/૨૦૨૪

આગામી દિવાળીનાં તહેવારને અનુલક્ષીને બરવાળા સબડીવીઝનમાં સમાવિષ્ટ થતા બરવાળા તથા રાણપુર તાલુકાનાં નગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા લાયસન્સ સમયસર ઈસ્યુ થઈ શકે તે માટે અત્રેની કચેરી ખાતે નિયત નમૂનાના અરજી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેથી હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વ્યક્તિઓએ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કચેરી-બરવાળા ખાતેથી એમ.એ.જી. શાખામાંથી સમયસર અરજી ફોર્મ મેળવી લેવાનુ રહેશે અને નિયમોનુસાર અરજી ફોર્મ ભરીને અત્રેની કચેરી ખાતે પરત જમા કરાવવાનું રહેશે આ ભરેલા/તૈયાર કરેલા અરજી ફોર્મ રજુ કરવા/સ્વીકારવાની છેલ્લી તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ કચેરી સમય પૂર્ણ થતા સુધીની નિયત કરવામાં આવી છે ત્યારબાદ કોઈપણ વ્યકિતના અરજી ફોર્મ સ્વીકાવામાં આવશે નહીં, જેની નોંધ લેવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.