સામાજિક કાર્યકરના પ્રયાસથી મોટા ખુંટવડા ગામના લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો. - At This Time

સામાજિક કાર્યકરના પ્રયાસથી મોટા ખુંટવડા ગામના લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો.


મહુવા તાલુકાના મોટાખુટવડા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે સામાજિક રીતે પછાત ગરીબ લોકોને સરકારશ્રીની યોજના નો લાભ અંગે માર્ગદર્શન આપતા રહે છે,ત્યારે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના લાભાર્થીઓને વરતેજ (નવાગામ) ખાતે આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટે જરૂરિયાત ગરીબમંદ પરિવારો નાના સ્વરોજગાર કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી શકે તે માટે સરકારશ્રી દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં મોટા ખુંટવડા ગામના લાભાર્થીઓને આ પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવી હતી (૧) હરદેવ ગરજણ-અલ્પાહાર ઠંડા પીણાની લારી(૨) દુલાભાઈ ધાનકવાડીયા-ઘરઘંટી (૩) દિનેશભાઈ જીંજુવાડીયા-અલ્પાહાર ઠંડા પીણાની લારી (૪) ધીરૂભાઈ મોલાડીયા- પંચર કીટ (૫) શૈલેષભાઈ ઠોળીયા- દુધ દહી ડેરી (૬) અરૂણભાઈ બાબરીયા- પ્લેમબર કીટ (૭)હરેશભાઈ ગોરૈયા-પંચર કીટ (૮) લાલજીભાઈ વાઘેલા- દુધ દહી ડેરી કીટ જેવી વિગેરે પ્રકારની અલગ અલગ કીટ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી. સરકારશ્રીની યોજનામાં મોટા ખુંટવડા ગામના લાભાર્થીઓને લાભ મળતા જ સામાજિક કાર્યકર્તા રમેશભાઈ જીંજુવાડીયાનો સૌ લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.