બોટાદમાં રતનપર ચોકડીથી મળી આવેલી મધ્યપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે મિલન : ચાઇલ્ડ વેલ્ફેર કમિટી – બોટાદ અને પાળીયાદ પોલીસની પ્રશંસનીય કામગીરી - At This Time

બોટાદમાં રતનપર ચોકડીથી મળી આવેલી મધ્યપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે મિલન : ચાઇલ્ડ વેલ્ફેર કમિટી – બોટાદ અને પાળીયાદ પોલીસની પ્રશંસનીય કામગીરી


(અસરફ જાંગડ દ્વારા)
પાળીયાદ પોલીસને આશરે ૧૫ વર્ષની કિશોરી રતનપર ચોકડી ખાતેથી મળી આવી હતી. જેની પૂછપરછ કરતાં તે મધ્યપ્રદેશમાં બોડવાની જિલ્લાના ઉમેદડાની વતની હતી,ઘટનાની જાણ બાળ કલ્યાણ સમિતિ બોટાદના ચેરમેનશ્રીને કરવામાં આવી, કિશોરીની તબિયત સારી ન જણાતા તત્કાલ પાળીયાદ પોલીસ દ્વારા સી.એસ.સી પાળીયાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાવવામાં આવી. અને બોટાદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રયમાં મૂકવામાં આવી હતી, જયાં તેને માનસિક સાંત્વના અને હૂંફ આપવામાં આવી,ત્યારબાદ કિશોરીના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ખૂબ મહેનત અને ઘણા પ્રયત્નો થકી કિશોરીના પિતાનો સંપર્ક થયો હતો. કિશોરીના પિતા કમિટી સમક્ષ હાજર રહેતા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કિશોરીને તેના પિતાને સોપવામાં આવી હતી. દોઢ વર્ષ પછી પિતાને તેની દીકરી મળતા અને દીકરીને પિતા મળતા હર્ષની લાગણીના દ્વશ્યો જોવા મળ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.