ચોરવાડમાળીયા- હાટીના. તાલુકાનું ગામ.ચોરવાડ. ચોરવાડ. શહેરમાં.સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયુષ્યમાન શિબિર અંતર્ગત - At This Time

ચોરવાડમાળીયા- હાટીના. તાલુકાનું ગામ.ચોરવાડ. ચોરવાડ. શહેરમાં.સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયુષ્યમાન શિબિર અંતર્ગત


: .
: ...માળીયા-
હાટીના. તાલુકાનું ગામ.ચોરવાડ. ચોરવાડ. શહેરમાં.સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉમદા હેતુ ચોરવાડ શહેર તેમજ આસપાસના છેવાડાના ગામોમાં વસતા લોકો આરોગ્ય અંગે જાગૃત થાય તેમજ જરૂરિયાત મંદ લોકોને દવાઓ તેમજ જરૂરી સારવાર મળી રહે તેવો છે. આ કેમ્પમાં જુદા જુદા તજજ્ઞ શ્રી જેમ કે જનરલ મેડિસીન, વાઢકાપના નિષ્ણાંત , સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાંત, કાન નાક ગળા ના નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, દંત સર્જન વગેરે દ્વારા આશરે ૨૦૦ જેટલા દર્દિઓનું નિદાન અને સારવાર કરેલ છે. આ કેમ્પ ને સફળ બનાવવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના સમગ્ર આરોગ્ય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.