અનેક દેશો વંદે ભારત ખરીદવા માંગે છે:ઓછો ખર્ચ- વધુ સારી ડિઝાઇન, 52 સેકન્ડમાં 100kmph સ્પીડ પકડે છે; બુલેટ ટ્રેન આ માટે 54 સેકન્ડ લે છે - At This Time

અનેક દેશો વંદે ભારત ખરીદવા માંગે છે:ઓછો ખર્ચ- વધુ સારી ડિઝાઇન, 52 સેકન્ડમાં 100kmph સ્પીડ પકડે છે; બુલેટ ટ્રેન આ માટે 54 સેકન્ડ લે છે


ચિલી, કેનેડા, મલેશિયા જેવા દેશોએ ભારતમાંથી વંદે ભારત ટ્રેન ખરીદવામાં રસ દાખવ્યો છે. તેનું સૌથી મોટું કારણ તેની કિંમત છે. ભારતમાં 120 થી 130 કરોડના ખર્ચે વંદે ભારત બનાવવામાં આવી રહી છે. જ્યારે આવી જ સમાન ટ્રેનોની કિંમત 160-180 કરોડ રૂપિયા છે. જો સ્પીડની વાત કરીએ તો વંદે ભારત આગળ છે. વંદે ભારત 100 કિમી પ્રતિ કલાકની સ્પીડમાં માત્ર 52 સેકન્ડ લે છે. જ્યારે જાપાનની બુલેટ ટ્રેન આ માટે 54 સેકન્ડ લે છે. વંદે ભારતની ડિઝાઇન પણ વિદેશી ટ્રેનો કરતા સારી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પ્લેન કરતાં સો ગણો ઓછો અવાજ કરે છે અને ઇંધણનો વપરાશ પણ ઘણો ઓછો છે. ભારતીય રેલવે તેના ટ્રેક નેટવર્ક અને ટ્રેનોની સંખ્યા વધારવા પર પણ વિચાર કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેનો સૌપ્રથમ 15 ફેબ્રુઆરી 2019ના રોજ મેક ઇન ઇન્ડિયા યોજના હેઠળ શરુ કરવામાં આવી હતી. હાલમાં દેશમાં 102 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. વંદે ભારત ટ્રેનનો રૂટ દેશના 280થી વધુ જિલ્લાઓને જોડે છે. 10 વર્ષમાં 31 હજારથી વધુ રેલવે ટ્રેક જોડાયા - રેલવે મંત્રી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 31000 કિલોમીટરથી વધુ ટ્રેક જોડવામાં આવ્યા છે. 40 હજાર કિમી વધુ ટ્રેક જોડવાના છે. વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સુરક્ષા માટે, રેલવે દેશભરમાં ઓટોમેટિક ટ્રેન સુરક્ષા સિસ્ટમ કવચ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંદાજે 40 હજાર કિલોમીટરના નેટવર્કને આવરી લેશે. તે 10000 એન્જિનમાં લગાવવામાં આવશે. ઐ સુરક્ષિત અને ઓછા ખર્ચવાળી સર્ટિફાઈડ સુરક્ષા સિસ્ટમ છે. કવચ લગાવ્યા પછી રેલવે અકસ્માતો 80% સુધી ઘટાડી શકાય છે. મંત્રીએ કહ્યું કે 10,000 લોકો અને 9,600 કિલોમીટરના ટ્રેક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કવચ સિસ્ટમની વર્તમાન સ્થિતિ આ સમાચાર પણ વાંચો... રેલ્વે મંત્રીએ બતાવ્યું વંદે ભારત સ્લીપર ટ્રેનનું મોડલ, 3 મહિનામાં શરુ થશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે (1 સપ્ટેમ્બર) વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક બતાવી હતી. તેઓ બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફેક્ટરીમાં ટ્રેનનું નિરીક્ષણ કરવા ગયા હતા. તેમણે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી 3 મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. ટ્રેનનું પરીક્ષણ ચાલુ રહેશે. આ પછી મુસાફરો માટે ટ્રેન શરૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.