છેલ્લા ચારેક માસથી પડધરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવે કે ન આવે પણ વિજપુરવઠો બંધ થઇ જાય છે. - At This Time

છેલ્લા ચારેક માસથી પડધરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવે કે ન આવે પણ વિજપુરવઠો બંધ થઇ જાય છે.


પડઘરી અને ગ્રમ્ય વિસ્તારમાં ગત રાત્રીના ૨ જગ્યાની આસપાસ વિજળીના કડાકા ભડાકા સાથે ૧૦ મી.મી.થી રપ મી.મી. સુધીનો વરસાદ પડી ગયો હતો.

છેલ્લા ચારેક માસથી પડધરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવે કે ન આવે પણ વિજપુરવઠો બંધ થઇ જાય છે. આ અંગે કાયકરોથી લઇને પ્રથમ હરોળના આગેવાનોએ આ પ્રશ્ન અકળ મીન ધારણ કરી લીધેલ હોય લોકોની મુશ્કેલી અંગે નજર અંદાજ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

આગામી તા. ૫-૧૦-૨૪ સવારે ૯ કલાકે પડધરી ગીતાનગર પ્રાથમિક શાળા ખાતે "સેવા સેતુ” (દસમા તબકકા) નો કાર્યક્રમ યોજાનાર છે. સરકારશ્રીના શુભ પ્રયત્નોથી યોજાનાર કાર્યક્રમમાં વિજ પ્રશ્ન સક્ષમ અધિકારી સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરી લોકોને પડધરી મુશ્કેલીમાંથી છુટકારો અપાવે તેવી પ્રજાની પ્રબળ માંગણી છે

પડધરી તાલુકામાં અંદાજે ૬૨ જેવા ગામડાઓ આવેલા છે કચેરીમાં માત્ર ને માત્ર એક જ ફોન છે જ્યારે લોકો હેલ્પલાઇન નંબર માં ફોન કરે ત્યારે સતત વ્યસ્ત આવતો હોય છે કા પછી અધિકારીઓ આડકતરી રીતે જવાબો આપે છે તો મીનીમમ ૨-૩ ફોન હોવ જોઈએ ખેડૂતોને જ્યારે મોસમ હોય ત્યારે ટી.સી. ખરાબ થય ગ્યું હોય ત્યારે ટી.સી. બદલાવામાં પણ સમય લગાડે છે એક તરફ ખેડૂતોને પાક સુકાતો હોય બીજી તરફ પી.જી.વી.સી.એલ ના અધિકારીઓ મનમાની કરતાં હોય છે ખેડૂતોને આવી મુશ્કેલીનો સામનો ક્યાં સુઘી ભોગવવાનો રહેશે સામન્ય એવો વરસાદ આવે તો લાઈટ ગુલ થય જાય છે આવા અનેક પ્રકારના જીણા મોટા પ્રશ્નો છે તે વહેલામાં વહેલી તકે એનો નીવાળો આવે એવી લોકોની માંગ છે કેટલી વાર પણ એવું બને છે કે ડયો ઊડી ગયો હોય તો લોકોને હાથે બાંધવો પડે છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.