જસદણ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો.
શહેરને સ્વચ્છ રાખતા કર્મચારીઓને પી.પી.ઈ કીટ આપાઇ
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
રાજકોટ જિલ્લામાં સફાઈ અભિયાન આગળ વધી રહ્યું છે. ગામ શહેરને સ્વચ્છ રાખવા સતત કામગીરી કરતા સફાઈ મિત્રોની દરકાર સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)નું આયોજન જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા કચેરી ખાતે કરાયું હતું. જેમાં નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાની સાથે સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મચારીઓને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તથા અલગ અલગ યોજનાઓથી વાકેફ થાય તે માટે જન કલ્યાણ લક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન પણ અપાયું હતું. તથા આ યોજનાઓનો લાભ લેવા અપીલ પણ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.