જસદણ ભાદરવામાં પૂર્વજોનૅ કાગવાસનો મહિમા શ્રાદ્ધા નાખૉ પણ કાગડા ક્યાં ? કાગડો માનવ સાથૅ સંકળાયેલો છે વૃક્ષ કટીંગ જવાબદાર - At This Time

જસદણ ભાદરવામાં પૂર્વજોનૅ કાગવાસનો મહિમા શ્રાદ્ધા નાખૉ પણ કાગડા ક્યાં ? કાગડો માનવ સાથૅ સંકળાયેલો છે વૃક્ષ કટીંગ જવાબદાર


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ ગણ્યો છે. કાગડાને કાગવલી આપ્યા સિવાય શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયેલ ગણાતી નથી. કાગડાની જાત સંપીલી હોય છે. એક કાગડો ખોરાક દેખી જાય તો સાદ પાડીને અન્ય કાગડાને ચોક્કસ બોલાવવાનો. આમ તો કાગડો એકલો ભાગ્યે જ જોવા મળે છે. બે કે તેથી વધુના સમુહ ટોળકીમાં જ નીકળે છે અને એક જ શેરીમાં છૂટા છૂટા ગોઠવાઈ જાય છે. જ્યાં એકબીજા વચ્ચે સાદ પાડીને બોલાવી શકાય તેટલું જ અંતર હોય છે. જેથી ખોરાક પૂરતા જથ્થામાં હોય તો એક કાગડો કા કા કરીને થોડી જ વારમાં તેની આખી મોટી ટોળકી ભેગી કરી શકે છે. હાલના દિવસોમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતુઓ માટે શ્રાદ્ધનું આયોજન કરી રહ્યા છે. પિંડદાન, દાન પુણ્ય મારફતે પોતાના પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષ અર્થે પ્રાર્થના કરી રહ્યા છે. સાથે સાથે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ લઈ રહ્યા છે, તેવા સમયે જેના માધ્યમ થકી પિતૃઓ સુધી ભોજન પહોંચે છે. કહેવાય છે કે તે ભોજન પિતૃઓને મળે છે પરંતુ હાલમાં કાગડાઓના અભાવે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. અસલ જંગલો અને ઝાડી ઝાંખર નામશેષ થતા સિમેન્ટ અને કોકિટથી બનેલા આ જંગલો છોડીને કાગડાઓ દૂર દૂર ચાલ્યા ગયા છે. તે દૂષિત પર્યાવરણ અને વૃક્ષોનું આડેધડ કટીંગ જવાબદાર છે. જેથી પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો હરિયાળી લાવો પક્ષી બચાવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.