જસદણ આઇ.સી.ડી.એસ ઘટકમા આંબરડી અને કમળાપુર ગામે પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી
(રીપોર્ટ વિજય ચૌહાણ)
ગુજરાત સરકાર દ્વારા ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જસદણ ઘટકના આંબરડી ગામ ખાતે પોષણ માસની ઉજવણી આઈ.સી.ડી.એસ વિભાગ ના વડોદ સેજાના સુપરવાઈઝર, તાલુકા એન.એન.એમ. કોર્ડીનેટર(NNM), તાલુકા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રકટર હાજર રહ્યા હતા. રાજય સરકાર દ્વારા ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહ નું ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ જસદણ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા પોષણ માહ નું ઉજવણીના ભાગ રૂપે સગર્ભા માતા, ધાત્રી માતા તથા કિશોરીઓને ને એનિમિયા, બાળકના પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, ઝાડા નિયંત્રણ વિશે માહિતી આપી હતી. તેમજ THR અને મિલેટ્સ માંથી વાનગીઓ કિશોરી ઓ દ્વારા બનાવવામાં આવી અને કિશોરીને નંબર આપી ઈનામ વિતરણ કરવામાં આવ્યું. કિશોરીના વજન ઉંચાઈ અને HB TEST કરવામાં આવ્યા તેમજ ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું. પોષણ યુક્ત આહાર થી બાળકો તથા મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત- સાક્ષર ભારત- સશક્ત ભારત ના સૂત્ર ને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો સપ્ટેમ્બર માસ દરમિયાન ઉજવણી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.