ઉપલેટામાં ભાજપના મહિલા આગેવાન ભાજપના સદસ્યતા અભિયાનમાં અજ્ઞાન અને ભોળા લોકોને સદસ્ય બનાવી રહી હોવાનો થયો ઘટસ્પોટ - At This Time

ઉપલેટામાં ભાજપના મહિલા આગેવાન ભાજપના સદસ્યતા અભિયાનમાં અજ્ઞાન અને ભોળા લોકોને સદસ્ય બનાવી રહી હોવાનો થયો ઘટસ્પોટ


સખી મંડળ અને પાલિકાની ચુંટણી લડવા માટેના બહાનાઓ બનાવી વ્યક્તિઓ પાસેથી મંગાવી રહી હતી ઓ.ટી.પી.

ટેકનોલોજી અને શેક્ષણીક રીતે અજ્ઞાન લોકોને તેમની જાણ બહાર ભાજપના સદસ્ય બનાવી દીધા હોવાનું પણ સામે આવ્યું

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪, ઉપલેટામાં ભાજપની એક મહિલા આગેવાન અજ્ઞાન, અશિક્ષિત અને ભોળી મહિલાઓ અને પુરૂષો સહિતના વ્યક્તિઓની જાણ બહાર અને તેમને જણાવ્યા વગર ભાજપના સદસ્ય બનાવી રહી હોવાની બાબત સામે આવી છે જેમાં ઉપલેટામાં ભાજપની એક મહિલા આગેવાન કે જે ઘણા લોકો સાથે સંકળાયેલી છે તે મહિલા દ્વારા તેમના સંપર્કમાં રહેલ અનેક વ્યક્તિઓનો ટેલીફોનિક સંપર્ક કરી તે વ્યક્તિઓને અન્ય ખોટા તેમજ વિવિધ બહાનાઓ બનાવીને ભોળા અને અજ્ઞાન લોકોને ફોન કરીને તેમનામાં આવલે ઓ.ટી.પી. મંગાવી ભાજપના સદસ્યો બનાવી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે લોકોની જાણ બહાર બનાવી દેવાયેલ સદસ્યોમાં હાલ સાયબર ફ્રોડનો ભય ફેલાયો છે અને સાથે ભોળા લોકોનો ખોટી રીતે લાભ ઉઠાવનાર આ મહિલા અને તેમના આવા કાર ના માને કારણે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

જે રીતે હાલ ભાજપના સદસ્યતા અભિયાનની અંદર સદસ્ય બનાવવા માટે ભાજપના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાનમાં કામ કરી રહ્યા છે ત્યારે ઘણા એવા પણ લોકો જોવા મળી રહ્યા છે કે જેમની જાણ બહાર ઘણા લોકોને ભાજપના સદસ્યો બનાવી દેવામાં આવી રહ્યા હોવાના ઘણા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે આ અજ્ઞાની લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને ક્યારે સભ્ય બનાવી દેવાયા છે ત્યારે ભાજપના સદસ્યતા અભિયાન માટેના કામ કરતા લોકો, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ આવા અશિક્ષિત, અજ્ઞાની તેમજ ભોળા લોકોના મોબાઈલ ફોનમાં સંપર્ક કરી તેમનો મોબાઈલ નંબર અને ઓ.ટી.પી. મેળવી લોકોને તેમની જાણ બહાર ભાજપના સદસ્ય બનાવી રહ્યા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે ઘણા અજ્ઞાની લોકો ફરિયાદ કરતા પણ નજરે પડે છે અને ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવે છે જેમાં લોકો ક્યારે આ સદસ્યતા અભિયાનમાં જોડાઈ ગયા તે બાબતની તેમને પણ ખ્યાલ હોતો નથી ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના સામે આવ્યો છે જેમાં ભાજપની એક મહિલા આગેવાન લોકોનો સંપર્ક કરી ખોટા અને મોટા બહાનાઓ અને બણગા તેમજ ડિંગાઓ મારીને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા અજ્ઞાની, અશિક્ષિત અને ભોળા માણસોનો ભરપૂર ઉપયોગ કરતી હોવાની એક માહિતી સામે આવી છે.

ઉપલેટા ભાજપની મહિલા આગેવાને જે વ્યક્તિને ખોટા બણગા મારી અને ખોટી અને મોટી વાતો કરી સદસ્યતા અભિયાનમાં જોડેલ હતા તે વ્યક્તિએ  રોષ સાથે મીડિયાના પ્રતિનિધિને માહિતીઓ આપતા જણાવ્યું હતું કે, ઉપલેટાની ભાજપની મહિલા આગેવાન તેમને ફોન કરી તેમના ફોન નંબરમાં આવેલા ઓ.ટી.પી. કોઈ યોજના અને પરીયોજના તેમજ અન્ય કામો માટે લાભ અપાવવા માટે તેમની કરી રહી છે તેવા બહાનાઓ બતાવી રહી હતી. આ નોંધણી કરવાના બહાને ફોન નંબર તેમજ ઓ.ટી.પી. મંગાવી રહી છે ત્યારે આ બાબતે જેમની સાથે આ બનાવ બન્યો તેમને આ વાત ધ્યાને આવતા ભાજપની મહિલા આગેવાનનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો જેમાં ભાજપની મહિલા આગેવાન આ બાબતે કાંઈ ન કરવાનું કે કોઈને જાણ ન કરતા કે કોઈ વિવાદ ન કરતા તેવી વાતો કરવા માંડી હતી અને સાથે જ વ્યક્તિને રૂબરૂ મળવા અને સમજાવવા માટે પોતે પણ વ્યક્તિ સુધી આવવા માટે દબાણ કરતી હતી અને સાથે ઉપલેટા નગરપાલિકાના એક પૂર્વ પ્રમુખને સાથે લાવવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત ઉપરાંત આ જ મહિલા પોતાના આ કામને છાવરવા માટે ઉપલેટાના એક પીઢ કોંગ્રેસના આગેવાનનું પણ નામ આપી તેમને પણ સમજાવવા અને કઈ ના કરવા માટે સાથે લાવવા માટેની ટેલીફોનિક વાત કરી હતી પરંતુ ખોટી રીતે લોકોની જાણ બહાર ભાજપના સદસ્યતા અભિયાનનો ભાંડો કોંગ્રેસ સામે ફૂટી જાય તેવો પણ ડર તેમને માલુમ પડતાં સમગ્ર મામલે માફા માફી કરવા માટેની પણ કામગીરી હાથ ધરી હતી.

આ મામલે જે વ્યક્તિ સાથે ખોટી રીતે ભોળપણનો લાભ લેવાયો તે વ્યક્તિઓને હાલ તાજેતરમાં જોવા મળતા સાયબર ફ્રોડ, બેંક ફ્રોડ તેમજ અન્ય ફ્રોડ કે જે ઓ.ટી.પી. મંગાવીને કરવામાં આવે છે તેને લઈને ડર અને ભય ફેલાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી રીતે લોકોને તેમની જાણ બહાર ભાજપના સદસ્ય બનાવવાના આ પ્રકારના કિસ્સાઓ ઉપલેટામાં અન્ય ઘણા બન્યા હશે જે લોકોની જાણ બહાર બન્યા હશે ત્યારે આ બાબતે અન્ય કોઈ સાથે આવો બનાવ બને તો મીડિયાના તટસ્થ પ્રતિનિધિઓનો સંપર્ક કરી આવો કોઈ બનાવ બન્યો હોય તો જણાવવા માટે મીડિયા પણ સૌ નાગરિકોને જાણ કરી રહી છે અને સાથે જ કોઈપણ વ્યક્તિ હોય તેમને પોતાનો ઓ.ટી.પી. કે અન્ય કોઈ વિગત ન આપવી જોઈએ કારણ કે સાયબર ફ્રોડ, બેન્ક ફ્રોડ તેમજ અન્ય ફ્રોડના વધારે કિસ્સાઓ લોકોની જાણ બહાર ઓ.ટી.પી. આપી દેવાથી બનતા હોય છે ત્યારે લોકોએ સતર્ક રહી કોઈપણ વ્યક્તિ સાથે આવી ડીલ ન કરવી જોઈએ તે પણ લોકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.

અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.