20 રૂપિયાનું કુપન લઈ ઈનામ જીતો : જસદણમાં અનેક લોકો છેતરપિંડી કેસના શિકાર બન્યા - At This Time

20 રૂપિયાનું કુપન લઈ ઈનામ જીતો : જસદણમાં અનેક લોકો છેતરપિંડી કેસના શિકાર બન્યા


( હર્ષદ ચૌહાણ દ્વારા)
જસદણ પંથકમાં તાજેતરમાં ઇકો ફોર વ્હીલ લઈ ત્રણ થી ચાર લોકોની ટોળકી જસદણમાં તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે. જે લોકોનું કામ એ છે કે 20 રૂપિયાનો કુપન લઈને કુપન ક્રેચ કરાવે છે જે કુપનમાં સગડી, ટીવી, મોબાઈલ, જેવી અનેક વસ્તુઓ લાગે છે. અને કુપન ક્રેચ કર્યા પછી જે વસ્તુ ઇનામમાં લાગે તે વસ્તુના ફરજિયાત પૈસા દેવાના પછી વસ્તુ આપે અને જો તે પૈસા ન આપે તો ઇનામ લેનારને ધમકાવે છે. તેમજ ધમકીઓ પણ આપે છે. ત્યારે આવી ઘટના ભૂતકાળમાં પણ બનેલી છે. અને તાજેતરમાં જસદણમાં બે ઘટના બનેલી છે જેથી એટ ધીસ ટાઇમ ન્યુઝ દ્વારા સૌ કોઈ નાગરિકોને આવા અસામાજિક તત્ત્વોની અને ખોટી યોજનાઓ અને ઓફરોમાં ન પડવા અનુરોધ કરે છે. પોલીસ તંત્ર દ્વારા આવા લુટેરાઓને તાત્કાલિક ધોરણે પકડી કાયદાકીય રીતે કડક પગલાં લે તેવી છેતરપિંડીમાં ફસાયેલ લોકોએ ઉગ્ર માંગ વ્યાપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.