જામનગરમાં સસ્તામાં શેર- આઇ પી ઓ આપવા ની લાલચ આપી રૂ. ૬૦.૩૬ લાખ ની છેતેરપિંડી આચરનાર ઝડપાયો - At This Time

જામનગરમાં સસ્તામાં શેર- આઇ પી ઓ આપવા ની લાલચ આપી રૂ. ૬૦.૩૬ લાખ ની છેતેરપિંડી આચરનાર ઝડપાયો


જામનગરમાં સસ્તામાં શેર- આઇ પી ઓ આપવા ની લાલચ આપી રૂ. ૬૦.૩૬ લાખ ની છેતેરપિંડી આચરનાર ઝડપાયો

શેર બજારમા રોકાણ કરવાના બહાને બનાવટી એપ્લીકેશન મારફતે ફાયનાન્સિયલ ફ્રોડ આચરતી ગેંગ ના આરોપી ને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે.આરોપી એ જામનગર મા રૂ.૬૦ લાખ ૩૬ હજાર ની છેતરપિંડી આચરી હતી.

જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા એક વ્યક્તિ ને આરોપી ઓ એ વોટ્સએપ આઈ.ડી. પર મેસેજ કરી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપનીના શેર માર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવવા તેમજ આઈ.પી.ઓ પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી આરોપીઓ એ મેક્સ ટ્રેડીંગ કંપની ની બનાવટી એપ ફરીયાદી ના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવડાવી ફરીયાદી નો વિશ્વાસ કેળવી ફરીયાદી પાસે થી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનથી રૂપીયા ૬૦,૩૬,૦૦૦ ટ્રાન્સફર કરાવડાવી બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવી જે બાદ ફરીયાદીએ પોતાના રોકાણ કરેલ રૂપીયા વિડ્રો કરતા બનાવટી એપ માંથી રૂપીયા વિડ્રો ન થયેલ ન હોય આમ આરોપીઓ એ ફરીયાદી પાસેથી ઠગાઈ થી રૂપીયા પડાવી લીધેલ હતા જે અંગે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી.જેથી આરોપીઓની
સઘન તપાસ માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઇમનાં પો.ઇન્સ આઈ.એ.ધાસુરા ની સુચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત તપાસમાં રહેલ , દરમ્યાન ગુન્હા બાબતે ટેક્નિકલ એનાલિસીસ કરી હ્યુમન સોર્સિસ દ્વારા માહીતી એકત્રીત કરતા જાણવા મળ્યું હતું કે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી દુબઈ થી રાજકોટ આવ્યો છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા રાજકોટ થી આરોપી જયંતીલાલ ચુનીલાલ રવૈયા ઉર્ફે જયંત જોષી ( રે. સાધુ વાસવાણી રોડ - રાજકોટ ) ને પકડી પાડી તેની અટકાયત કરી હતી. તથા પુછપરછ કરતા ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપી ઓ ને પકડી પાડવાની તપાસ ચાલુ કરવા માં આવી છે.

આરોપી ની મોડેસ ઓપરેન્ડી

સૌ પ્રથમ વોટ્સએપ આઈ.ડી. પર મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણ કરાવવા ની લોભામણી જાહેરાત આપેલ ત્યાર પછી સ્ટેપ _ ૨ માં માર્કેટમાં રોકાણ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા વ્યક્તિઓને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર/ આઇ પી ઓ અપાવવાની લાલચ આપી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણ કરાવવુ , સ્ટેપ-૩ માં નાની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી બનાવટી એપ માં વધુ પ્રોફીટ બતાવી વિશ્વાસમાં લઇ વધુ પૈસા ઈન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન રૂપીયા ટ્રાન્સફર કરાવવા ,સ્ટેપ-૪ માં ઈન્વેસ્ટમેન્ટ ની લાલચે મોટી રકમનું ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરી ગુન્હાને અંજામ આપવામાં આવ્યો હતો.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.