જ્યાં સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરતા બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
બરવાળા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા 2024” અંતર્ગત નગરપાલિકા કચેરી ખાતે યોગાસનો કરાયા
તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કર્યો
કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. સ્વચ્છતા ઉત્તમ સંસ્કારોની કેળવણીનું પરિણામ છે. જીવનમાં સ્વચ્છતાનું મૂલ્ય આગવું છે જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા ,પવિત્રતા અને દિવ્યતા શોભી ઊઠે છે. બુનિયાદી કેળવણીના હિમાયતી મહાત્મા ગાંધીજીએ તો વર્ષો પહેલા સ્વચ્છતાની બાબતને વિશેષ મહત્વ આપ્યું હતું .તેમણે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નુ સૂત્ર આપ્યું. તેમણે આશ્રમમાં રહેતા લોકોને સ્વચ્છતાના પાઠ શીખવ્યા અને રોજ સવારે સૌની સાથે જોડાઈને પોતે પણ સફાઈ કામ કરતા હતા. સ્વચ્છતાને નાગરિકોની શારીરિક સ્વસ્થતા સાથે જોડીને સ્વચ્છતા ત્યાં તંદુરસ્તીના સૂત્રને સાર્થક કરતા બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે બરવાળા નગરપાલિકાના ચીફ ઓફિસર આર. જી. ઝાલાના માર્ગદર્શન અન્વયે બરવાળા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા 2024” અંતર્ગત નગરપાલિકા કચેરી ખાતે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ઝબુબા હાઈસ્કૂલના માસ્ટર ટ્રેનર આર.ડી. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કર્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના ઉપપ્રમુખ , સહિતના તમામ સભ્યો તથા તમામ કર્મચારી અને સફાઈ કામદારો હાજર રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.