મહીસાગર જિલ્લામાં બિસમાર થયેલા રસ્તાનું સમારકામ શરૂ કરાયું - At This Time

મહીસાગર જિલ્લામાં બિસમાર થયેલા રસ્તાનું સમારકામ શરૂ કરાયું


મહીસાગર જિલ્લામાં હાલ ચોમાસામાં
વરસાદ થી અસરગ્રસ્ત થયેલ રસ્તાઓની મરામત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યરત થયું છે. ત્યારે વરસાદે વિરામ લેતાં બિસ્માર રસ્તાઓ ઉપર તંત્ર દ્વારા પેચવર્ક શરૂ કરી રસ્તા સરખા કરાઈ રહ્યા છે.તો બીજી બાજુ વરસાદના કારણે રોડ ઉપર ધોવાણ થઈ પડેલા ખાડાઓ પણ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જયારે થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા
દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ ઠેર ઠેર ડામર, પેચવર્ક અને રીસર્ફેસીંગ સહિતની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા માર્ગ અને મકાન દ્વારા રસ્તા પર ડામર પેચવર્ક તથા રીસર્ફેસીંગ કરીને વાહનચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.રોડની કામગીરી હાથ ધરવામાં આવતા અવરજવર કરનાર વાહનચાલકોમા પણ અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.