નેશનલ લોક અદાલત અંતર્ગત તા. ૧૪-૯-૨૦૨૪ ની પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ ઉપલેટા મુકામે યોજાયેલ સફળ લોક અદાલત
આશરે ૨૫૬ કેસોનો નિકાલ, પ્રિ-લીટીગેશનના ૪૫ કેસોનો સુખદ સમાધાન
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪, નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ, રાજકોટના માર્ગદર્શન હેઠળ ઉપલેટા મુકામે તા. ૧૪-૦૯-૨૦૨૪ ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ માહિતીઓ અનુસાર ઉપલેટા પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, તથા ભાયાવદર પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, તથા ઉપલેટા એડીશ્નલ સીવીલ કોર્ટમાં સ્પેશ્યલ સીટીંગ તથા કબુલાતને પાત્ર કેસો તથા પ્રી-લીટીગેશનના કેસો રાખવામાં આવેલ હતાં જેમાં જાહેર જનતાએ બહોળી માત્રામાં સ્વેચ્છાએ ઉપસ્થિત રહી સ્વેચ્છાએ સમાધાન કરી, દંડની રકમ ભરી મોટી માત્રામાં આશરે ૨૫૬ કેસોનો નિકાલ કરવામાં સહકાર આપેલ હોય તથા પ્રિ-લીટીગેશનના ૪૫ કેસોનો સુખદ સમાધાનથી નિકાલ થયેલ હોય આ લોકઅદાલતને સફળ બનાવવામાં ઉપલેટાના તાલુકાની જાહેર જનતા તથા તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટીના પેનલ એડવોકેટ તથા ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા પોલીસ સ્ટાફનો સિંહ ફાળો રહેલ હોય જે બદલ અત્રેની કોર્ટ બન્ને ન્યાયાધીશ તથા રજીસ્ટ્રાર ધ્વારા જાહેર જનતા તથા કોર્ટ સ્ટાફ તથા પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર માને છે તેમજ ભવિષ્યમાં આવો સાથ-સહકાર મળી રહે તેવી આશા વ્યક્ત કરેલ.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.