ગોરખમઢી આઈ.ટી.આઈ કોલેજમાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
ગોરખમઢી આઈ.ટી.આઈ કોલેજમાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
--------------
કોલેજ કેમ્પસમાં મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા રોપાઓ-છોડનું વાવેતર કરાયું
--------------
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસના શુભ અવસરે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગોરખમઢી આઈ.ટી.આઈ કોલેજમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ જતનના શુભ હેતુસર ’એક પેડ મા કે નામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા શુભ હેતુ સાથે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
ફોરેસ્ટ ઓફિસર શ્રી રસીલાબહેન વાઢેરે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની અસરને ખાળવા, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણ મુક્ત વાતાવરણનું નિર્માણ કરવાના ધ્યેય સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યની પેઢીને પ્રદુષણ મુક્ત વાતાવરણ આપવા માટે વૃક્ષોની તાતી જરૂરિયાત છે. ઉપરાંત તેમણે ઉપસ્થિત સર્વેને વૃક્ષો વાવી અને તેમનું જતન કરવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા આઈટીઆઈ કોલેજ કેમ્પસમાં ૧૧૦ રોપાનું વાવેતર તથા અન્ય ૫૦૦ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું જ્યારે પ્રાસલીમાં ૪૫૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.