અણીયાદ ક્લસ્ટર માં 21 કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
શહેરા
અણીયાદ ક્લસ્ટર માં કુલ:-12 પ્રાથમિક શાળામાંથી 21 કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રદર્શન માં કુલ 42 બળવૈજ્ઞાનિકો એ પોતાના વૈજ્ઞાનિક અભિગમ ને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું.કાર્યક્રમ નું ઉદ્ઘાટન માધ્યમિક શાળા ના બંને પ્રિન્સિપાલ શ્રી ફુલસિંહ બારીઆ અને હીરાભાઈ ભરવાડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.મોબાઈલ નો વધુ ઉપયોગ સંવાદ તેમજ અંધશ્રદ્ધા ના પ્રયોગો જિતેન્દ્ર સિંધી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.વિજેતા પ્રથમ નંબરને મારુતિ ટીમ્બર માર્ટ શહેરા તરફથી ઘડિયાળ, ત્રણ ચોપડા અને 500 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.તમામ બાળકોને શ્રી ભવાનસિંહચૌહાણ શ્રી સૂર્યકાન્ત પટેલ ,,શ્રી કલ્પેશભાઈ, શ્રી મનહરસિંહ શ્રી અશોકભાઈ,શ્રી મતિ ભાવના બેન ખાંટ અને તમામ 12 શાળા ના આચાર્યશ્રી ઓ દ્વારા ચોપડા,કલીપબોર્ડ, પાઉચ, શૈક્ષણિક કીટ,ભૌમિતિક આકારોની કીટ, પેન,કલર પેકેટ,મળી કુલ:-9 જેટલી વસ્તુઓ બાળકોને આપવામાં આવી હતી. અણીયાદ ક્લસ્ટર ના સી.આર.સી કો.શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.