ગઢડામાં જળજીલણી એકાદશી નિમિત્તે બાપુ દાદા ખાચર પરિવારના ઘરે પાલખી પધરામણી પરંપરા યોજાઈ
(કનુભાઈ ખાચર દ્વારા )
ગઢડા(સ્વામીના) મુકામે સ્વામિનારાયણ ભગવાને આપેલી સમૈયાની અનેરી પરંપરા 221 વર્ષે પણ ગોપીનાથજી દેવ મંદિર દ્વારા યથાવત જળવાઈ રહી છે. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાનું સર્વસ્વ ભગવાને અર્પણ કરીને સ્વામિનારાયણને ગઢડા માં રહેવા માટે લાગણી વશ કરનાર બાપુ દાદા ખાચર નું નામ સમર્પણ ભક્તિ માટે સમગ્ર સંપ્રદાયમાં સન્માનીય રહ્યું છે. આ પરંપરા અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ગણપતિજી અને ઠાકોરજીની જળયાત્રા અને પૂજનવિધિ બાદ ભગવાનની સુવર્ણ પાલખી ભક્તરાજ દાદા ખાચરના વંશજ પરિવારના ઘરે પરંપરા મુજબ પધરામણી કરતા ભારે ઉમળકા સાથે સ્વાગત પૂજન કરાયુ હતુ. આ દરમિયાન પૂર્વ નગરપતિ અને બાપુ દાદા ખાચર પરિવારના પ્રતાપભાઈ ગભરૂભાઈ ખાચર સહિતના દરેક આગેવાનોના ઘરે પધારેલી ભગવાનની પાલખીને હોંશભેર આવકારી ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. આ દરમિયાન ગોપીનાથજી દેવ મંદિરના હરીજીવનદાસજી, બ્રહ્મચારી કપિલેશ્વરાનંદજી સહિત સંતોએ પણ પધરામણી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.