મહિસાગર : વિશ્વ આદિવાસી અધિકાર દિન ની ઉજવણી નાં ભાગ રૂપે આદિવાસી પરિવાર અને સંત – કડાણા વિકાસ મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું.
૧૩ સપ્ટેમ્બર "વિશ્વ આદિવાસી અધિકાર દિન" નિમિત્તે આદિવાસી પરિવાર મહિસાગર અને આદિવાસી વિકાસ મંડળ સંત-કડાણા દ્વારા તા:- ૧૪/૦૯/૨૦૨૪ ને શનિવારે મહિસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ - ૩ થી ૧૨ માં અભ્યાસ કરતા આદિવાસી બાળકોની વિભાગવાર વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્ર, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન જે. એચ. મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા સંતરામપુર ખાતે રાખવામાં આવેલ. જેમાં ચિત્ર સ્પર્ધા- ૬૬, નિબંધ સ્પર્ધા-૪૩, વકતૃત્વ સ્પર્ધા- ૩૬ મળી કુલ ૧૪૫ જેટલા તેજસ્વી તારલાઓ એ ભાગ લીધો હતો. જેમાં દિકરીઓની સંખ્યા સવિશેષ હતી.
આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો દેખાવ કર્યો હતો શ્રેષ્ઠ દેખાવ કરનારને ૧). આદિવાસી ઘડિયાળ ૨). ભગવાન બિરસામુંડા ની તસ્વીર ૩). પેપર રાઈટીંગ પેડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે ભાગ લેનાર તમામ બાલ દેવોને પાણીની બોટલ,બોલપેન અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ આયોજન ને સફળ બનાવવામાં શિક્ષકશ્રીઓ,વાલીગણ તેમજ અન્ય મહાનુભાવો એ ખૂબ સરસ સહયોગ આપ્યો હતો.
"આદિવાસી અધિકાર દિન"
નિમિત્તે આયોજિત આજનો પ્રોગ્રામ એકંદરે ખૂબ જ સફળ પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો. કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહભાગી બનનાર તમામ મિત્રોને આદિવાસી પરિવાર અને આદિવાસી વિકાસ મંડળ સંત-કડાણા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.