ધારી તથા આસપાસના તમામ ગૌશાળા સંચાલકો સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ મુખ્યમંત્રીને ગૌ સેવા અંગે રજૂઆત કરી - At This Time

ધારી તથા આસપાસના તમામ ગૌશાળા સંચાલકો સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ મુખ્યમંત્રીને ગૌ સેવા અંગે રજૂઆત કરી


ધારી તથા આસપાસના તમામ ગૌશાળા સંચાલકો સાથે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ મુખ્યમંત્રીને ગૌ સેવા અંગે રજૂઆત કરી

ગૌશાળા, પાંજરાપોળોને સબસીડી દૈનિક, કાયમી, પશુદીઠ 30 રૂપિયાની બદલે મોંઘવારીનાં લીધે દૈનિક 100 રૂપિયા કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે ધારી તથા આસપાસના ગૌશાળા સંચાલકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યા. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ 100 રૂપિયા સબસીડી મળે તે માટેની રજૂઆત કરી હતી. છેલ્લાં કેટલાક સમયથી ગૌધનના પાલનપોષણનો ખર્ચ ગૌશાળાના સંચાલકો અને પાંજરાપોળને વધી ગયો છે , હાલ દૈનિક, કાયમી, પશુદીઠ રૂ.30 સબસિડી આપવામાં આવે છે તેના બદલે ઓછામાં ઓછી રૂ.100 સબસિડી કરી આપવા વિનંતી કરવામાં આવી હતી. વધતી જતી મોંઘવારીના કારણે પશુ નિભાવનો ખર્ચ દિવસે દિવસે વધતો જાય છે જેના કારણે ગૌશાળા, પાંજરાપોળોને પશુ નિભાવમાં તકલીફ પડી રહી છે. પશુઓની સંખ્યા પણ વધતી જાય છે, દાનનો પ્રવાહ ઘટ્યો છે ત્યારે પશુ નિભાવનો ખર્ચ વધતો જાય છે. આ માટે દૈનિક સબસીડીની રકમ વધારવા માટે માંગણી કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે શ્રી હિંદવા રામદેવ પીર ચેરીટેબલ ટ્રસ્ટની ભકિતધામ ગૌશાળા જશા ભગત, હડાળાની મુરલીધર ગૌશાળાનાં ઉકાભાઇ બાબરીયા, મુજ્યાસરની કામધેનુ ગૌશાળાનાં હિંમતભાઈ ખેતાણી, હામાંપુરની વ્રજ ગૌશાળાનાં દલસુખભાઈ થાવાણી, માણેકવાડાની બાલકૃષ્ણ ગૌશાળાના અરવિંદભાઈ ભેશાનિયા અને રમેશભાઈ કોટડીયા, શાપરની કનૈયા ગૌશાળાનાં દિલીપભાઈ તેમજ અન્ય ગૌશાળા, પાંજરાપોળોનાં સંચાલકો પ્રવિણભાઇ મેસિયા, સાગરકુમાર અગ્રાવત, ચંદુભાઈ ગાજીપરા, વિનુભાઇ વેકરીયા, દલપતભાઈ રાખોભિયા, અવિનાશભાઈ દેવમુરારી સહિતના જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા હતા અને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપેલ હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.