કેળાંની છાલથી પણ અનેક ફાયદા થાય છે.
કેળાંની છાલને ફેંકતા પહેલાં તેના ફાયદા પણ જાણી લો
કેળાં એક એવું ફળ છે જે ખાવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. કેળાં ખાવાથી આપણને ઘણાં જરૂરી વિટામિન્સ મળે છે. કેળાં ખાવાથી પેટ પણ ભરાય છે અને આરોગ્યની દૃષ્ટિએ લાભ પણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે કેળાંની છાલથી પણ અનેક ફાયદા થાય છે?
શરીરમાં દુખાવો : જો તમારા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો પણ તમે દુખાવાની જગ્યાએ કેળાંની છાલ લગાવી શકો છો. કેળાંની છાલ લગાવતાની સાથે જ દુખાવો તુરંત ગાયબ થઈ જાય છે.
રોગપ્રતિકારક ક્ષમતા વધે છે : કેળાંની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ્સ અને વિટામિન- બી હોય છે, જેને કારણે આ એક ખૂબ ઉપયોગી વસ્તુ છે. જો તમારા શરીરમાં વિટામિન-બીની ઊણપ હોય તો તમારે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરની ઇ મ્યૂનિટી સિસ્ટમ પણ મજબૂત બની રહી છે. કેળાંની છાલમાં ગુણોનો ખજાનો હોય છે.
વાળ : હેર કેર માટે કેળાંની છાલ ખૂબ જ ઉપયોગી છે. કેળાંની છાલને પીસીની તેમાં કોપરેલ એટલે કે કોપરાનું તેલ મિક્સ કરીને તેનાથી વાળમાં મસાજ કરવાથી વાળ મજબૂત અને સુંવાળા બને છે, હેર ગ્રોથ વધે છે અને વાળ તૂટવાની સમસ્યા દૂર થાય છે.
હાડકાં મજબૂત કરે છે : કેળાંની છાલમાં વિપુલ માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે. કેળાંની છાલથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. હાડકાંમાં થતો દુખાવો પણ કેળાંની છાલના સેવનથી બંધ થઈ જાય છે.
ખીલ : ચહેરા પરના ખીલ દૂર કરવામાં કેળાંની છાલ મહત્ત્વનું કામ કરે છે. તેમાં વિપુલ માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. જેથી તે ફેસ પરના ખીલ સરળતાથી દૂર કરી શકે છે. તમારે આ છાલ ચહેરો સાફ કરીને જ્યાં ખીલ થયા હોય ત્યાં ઘસવાની હોય છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.