ગીર ગઢડા ના રહેણાંક મકાનમાં સિંહ ઘુસી જતા મચી અફડાતફડી.. - At This Time

ગીર ગઢડા ના રહેણાંક મકાનમાં સિંહ ઘુસી જતા મચી અફડાતફડી..


ગીરગઢડા રહેણાંક મકાનમાં વહેલી સવારે નાની વયનો સિંહ ઘુસી જતાં અફડા તફડી મચી...વન વિભાગ દ્રારા રેશક્યું દરમ્યાન સિંહ નાશી છૂટ્યો...

ગીરગઢડા રહેણાંક મકાનમાં વહેલી સવારે એક સિંહ ઘુસી જતાં રહીશોમાં અફડા તફડી મચી ગયેલ હતી. જેની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક સ્થળ પર રેસ્ક્યું ટીમ પહોંચી હતી. પરંતું ભારે જહેમત ઊઠાવી હતી. પરંતું આ સિંહનું રેશકયું દરમ્યાન સિંહ નાશી છૂટ્યો હતો. લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું..

ગીરગઢડા શહેરમા સિંહ પરિવાર આવી ચડ્યો હતો. એ દરમ્યાન સિંહ પરિવાર માંથી એક નાની વયનો એક સિંહ વિખૂટો પડી જતાં નજીકમાં પટેલપરા વિસ્તારમાં રહેતાં જીવરાજભાઈ લવજીભાઈ ઘીનીયાના રહેણાક મકાનમાં ઘુસી જતાં અફડા તફડી મચી હતી.
અને જેની જાણ વન વિભાગે કરવામાં આવતા તાત્કાલિક રેશક્યું ટીમ સ્થળ પર દોડી ગયેલ હતી. અને મકાનમાં ઘૂસેલ સિંહને વન વિભાગ દ્રારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી પરંતું આ સિંહનું રેસ્કયુ દરમ્યાન સિંહ નાશી છૂટ્યો હતો. જોકે વન વિભાગ દ્રારા ભારે જહેમત બાદ પણ સિંહ મકાનની બહાર નિકળી નાસી ગયેલ હતો. જોકે સિંહ મકાનના ફળિયામાં ઘૂસી જતાં અફરા તફરીના દરસ્યો જોવા મળ્યાં હતાં.

રિપોર્ટર:- માવજીભાઈ વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.