હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંગે બેઠક યોજાઈ
*હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંગે બેઠક યોજાઈ*
***
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જળસંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૪ અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જળ સંચય અભિયાન ૨૦૨૪ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ ૨૫૮.૪૩ લાખના ખર્ચે ૧૪૫ કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં સિંચાઇ (પંચાયત) દ્વારા ૨૪૨.૪૩ લાખના ખર્ચે ૧૦૪ કામો, સિંચાઇ (રાજ્ય) દ્વારા ૧૧.૯૫ લાખના ખર્ચે ૩૨ કામો અને વન વિભાગ દ્વારા ૪.૦૫ લાખના ખર્ચે નવ કામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.