શ્રીલંકા દેશમાં શ્રી ધર્મકુળ પરીવારનાં સાંનિધ્યમાં ગઢપુરનાં સંતો હરિભક્તો દ્વારા કથા અને યાત્રા શ્રીલંકા ખાતે છપૈયાપ્રકાશદાસજી નાં મુખે અશોક વાટિકા માં હનુમાન ચાલીસા
શ્રીલંકા દેશમાં શ્રી ધર્મકુળ પરીવારનાં સાંનિધ્યમાં ગઢપુરનાં સંતો હરિભક્તો દ્વારા કથા અને યાત્રા
શ્રીલંકા ખાતે છપૈયાપ્રકાશદાસજી નાં મુખે અશોક વાટિકા માં હનુમાન ચાલીસા
શ્રી લંકા દેશમાં શ્રી ધર્મકુળ પરીવારનાં સાંનિધ્યમાં ગઢપુરનાં સંતો હરિભક્તો દ્વારા કથા અને યાત્રા વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પુ. શ્રી ૧૦૦૮ શ્રી આચાર્ય.શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીની આજ્ઞાથી પ.પુ.૧૦૮ ભાવિ આચાર્યશ્રી શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા બાળલાલજી શ્રીયજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજનાં સાંનિધ્યમાં તા.૦૩ થી ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ગઢપુરનાં કો. શા. સ્વામીશ્રી ઘનશ્યામવલ્લભદાસજી નાં માર્ગદર્શન હેઠળ ગઢપુર મંદિરના સ્વામી છપૈયાપ્રકાશદાસજીનાં વક્તાપદે શ્રીલંકા દેશનાં નુવારાએલયા (અશોકવાટિકા) ખાતે શ્રીહનુમાન ચાલીસા કથા કરવામાં આવી હતી.સાથે ભગવાન શ્રી રામચંદ્રજી દ્વારા સ્થાપિત શ્રી માનાવારી કોવીલ (રેતીના શિવલિંગજી શ્રી રામલિંગમ મંદિર)શ્રી સીતાજી અગ્નિ પરિક્ષા સ્થળ,શિગીરીયા રાવણ મહેલ,અશોકવાટિકા જ્યાં શ્રીસીતાજી ૧૧ મહિના સુધી રહ્યા હતા, તથા જ્યાં શ્રી હનુમાનજી મહારાજ વિશ્રામ કર્યો તે મનીકાતુતેર પર્વત સંજીવની પર્વત વિભીષણ મહેલ,આદિ સ્થાનોમાં ધર્મકુળ સાથે સંતો,હરિભક્તો એ યાત્રા કરી હતી.આ યાત્રા કથામાં ભારતીય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સાથે હરિભક્તોને પ.પુ.શ્રીલાલજી મહારાજ, પુ. શ્રી બાળલાલજી મહારાજ સંતો સાથે સત્સંગ ગોષ્ઠી.
અને બહેનોનેં પ.પુ. શ્રી વહુજીમહારાજશ્રી, શ્રી બાબારાજા શ્રી શ્રી લાલીરાજાશ્રી સાંખ્યયોગી બહેનો સાથે સત્સંગ ગોષ્ઠીનો લાભ મળ્યો હતો.આ યાત્રા માં ગઢપુર નાં શાં શ્રી કે.પી.સ્વામીજી પાર્ષદ શ્રી કનુભગતજી પાર્ષદ શ્રી સંજય ભગત સહિત હરિભક્તો જોડાયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.