જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે બોટાદ જિલ્લામાં રામપરા, દેરાળા અને મેઘવડીયા ખાતે ચેકડેમ પ્રોટેકશન વોલ સહિત રૂ.૩.૫ર કરોડના કામોનું લોકાર્પણ
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
ચેકડેમથી ખેડૂતોને સિંચાઇમાં સીધો લાભ મળશે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગુજરાત રાજ્ય નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના દેરાળા ગામે દેરાળા ચેકડેમ નં.૨ અને ૩ મેઘવાડીયા ગામે ચેકડેમ નં.ર અને રામપરા ગામે પ્રોટેકશન વોલના રૂ.૩.૫ર કરોડના કામોનું લોકાર્પણ જળ સંપતિ અને પાણીપુરવઠા, અન્ન નાગરીક પુરવઠા અનેગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે,ચેકડેમ તૈયાર થતાની સાથે જ તેના લોકર્પણનો કાર્યક્રમ દેરાળા ખાતે યોજાયો હતો દેરાળા ખાતે ૩ ચેકડેમનું નિર્માણ કરવાનું લક્ષ્ય હતું, જે પૈકી ૨નું કામ પૂર્ણ થયું છે, અને એકની કામગીરી પ્રગતિમાં છે મેઘવડિયા ગામ ખાતે પણ ૨ ચેકડેમની કામગીરી પૂર્ણ થઈ છે દેરાળા ગામે ચેકડેમથી આસપાસના ૨૫૦થી વધુ ખેડૂતોને લાભ મળશે મેઘવડિયા ગામમાં ચેકડેમથી ૩૦૦થી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે.” તેમ મંત્રીએ જણાવ્યું હતું મંત્રી દ્વારા રૂ.૧.૨૫ કરોડની રકમે રામપરા ગામ ખાતે પ્રોટેક્શન વોલનું કંન્સ્ટ્રક્શન, રૂ. ૦.૮૫ કરોડના ખર્ચે દેરાળા ૨ ચેકડેમ, રૂ. ૦.૫૮ કરોડના ખર્ચે દેરાળા ૩ ચેકડેમ, મેઘવડીયા ખાતે ૦.૮૪ કરોડના ખર્ચે ૨ ચેકડેમ સહિત કુલ ૩.૫૨ કરોડના કાર્યોનું લોકર્પણ કરાયું હતું આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા અગ્રણી પાલજીભાઈ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.