મચ્છર કરતા તંત્રના ડંખથી ડેન્ગ્યુ વકર્યો; મનપાના ચોપડે સપ્તાહમાં ડેન્ગ્યુના 22 કેસ, સિવિલમાં 40, વણનોંધાયેલા 100 - At This Time

મચ્છર કરતા તંત્રના ડંખથી ડેન્ગ્યુ વકર્યો; મનપાના ચોપડે સપ્તાહમાં ડેન્ગ્યુના 22 કેસ, સિવિલમાં 40, વણનોંધાયેલા 100


રાજકોટમાં ડેન્ગ્યુના કેસ જાહેર કરવામાં નવી પદ્ધતિથી ચોપડે મચ્છરજન્ય રોગ કાબૂમાં, હકીકતે ઘેર ઘેર માંદગીના ખાટલા

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા હોવાનું રાજકોટ મહાનગરપાલિકા જણાવે છે. એક સપ્તાહમાં માત્ર 22 કેસ હોય એટલે રોગચાળો કાબૂમાં છે તે દેખાય પણ હકીકત એ છે કે, શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે. મોટી હોસ્પિટલથી માંડી શેરી ગલીના નાના ક્લિનિકમાં પણ દર્દીઓની ભીડ હોય છે. જોકે આરોગ્ય વિભાગને આ સત્ય હકીકત કરતા સ્થિતિ કાબૂમાં દર્શાવતા ચોપડાઓમાં જ રસ છે. માત્ર મનપાના જ આંકડા જોઈએ તો રોજ 100થી વધુ દર્દીના ઘરે ડેન્ગ્યુને અટકાવવાની કામગીરી કરે છે. સિવિલ હોસ્પિટલમાં 40 કેસ નોંધાઈ ગયા છે. આના કરતા અનેકગણા કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.