બંને એસોસિએશન વચ્ચેની પરસ્પર હરીફાઈના કારણે લોકેશ ભાઈ લાલવાણીને મળી મીઠાશ ભર્યા શબ્દોમાં ધમકી.
અમદાવાદ શહેરની જથ્થાબંધ કાપડ બજારોમાં એસોસિએશનની રચના કરવામાં આવી છે જે વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરે છે. અમદાવાદ શહેરના ટેક્સટાઇલ માર્કેટના આવા બે એસોસિએશન છે. એક એસોસિએશન સારંગપુરમાં મસ્કતી માર્કેટ એસોસિએશન છે, બીજું એસોસિએશન ટેક્સટાઈલ એસોસિએશન અમદાવાદ અને સુરત છે અને બંને એસોસિએશન વચ્ચે સ્પર્ધા છે.એટલે કે બંને એસોસિએશન વ્યાપારીઓ સાથે સંબંધિત છે.
વ્યવસાયિક સમસ્યાઓના ઉકેલ માટે રચાયેલી સંસ્થાના દરેક સભ્યમાં પાંચ ગુણો હોવા જોઈએ, તો જ તે સફળ કાર્યકારી સભ્ય બની શકે છે.જેમ કે (૧) મળતાવડો સ્વભાવ (૨) તાદાત્મ્યતા(3)વાતચીત કૌશલ્ય(4)સામાજિક સમસ્યાઓ અને પ્રશ્નોની જાણકારી(5)વિશ્લેષણ અને ઉકેલ કૌશલ્ય. જે આ પાંચ ગુણો અપનાવે તે સફળ બની શકે છે.
પરંતુ ઉપરોક્ત ગુણોનું ભાન ભૂલી ગયા હોય તેમ મસ્કતી માર્કેટ એસોસિયેશન નાં સેક્રેટરી નરેશ શર્મા નામની વ્યક્તિએ બીજા ટેક્ષ્ટાઈલ એસોસિયેશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણી ને ફોન પર મીઠાશ ભર્યા શબ્દોમાં ધમકી આપી હતી.ઉપરોકત પાંચ ગુણો અપનાવી લોકેશ ભાઈ લાલવાણી નાની ઉંમરે સફળ ચેરમેન તરીકે ઉભરી આવ્યા છે.જેનાં કારણે બીજા એસોસિયેશન નાં સેક્રેટરી ને ઈર્ષ્યા આવી. કાપડ બજારના વેપારીઓએ પ્રમુખ લોકેશ ભાઈ લાલવાણીની કાર્યદક્ષતાના વખાણ કરવા માંડ્યા જે અન્ય એસોસિએશનના સેક્રેટરી નરેશ શર્મા સહન ન કરી શક્યા અને ઈર્ષ્યા થઈને તેમણે લોકેશ ભાઈ લાલવાણીને બોલાવી મીઠા શબ્દોમાં ધમકી આપી.
એક ધમકીભરી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેથી અમે ઘટનાની સત્યતા જાણવા ટેક્સટાઈલ એસોસિએશન અમદાવાદ અને સુરતના પ્રમુખ લોકેશભાઈ લાલવાણીનો ટેલિફોનીક સંપર્ક કર્યો. આ દરમિયાન ખુલાસો થયો હતો કે મીઠા શબ્દોમાં ધમકી આપનાર વ્યક્તિ નરેશ શર્મા છે અને તે અનેક રાજકીય વ્યક્તિઓ સાથે પણ સંબંધ ધરાવે છે અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
વાંચક મિત્રો વાયરલ થયેલી ઓડીઓ ક્લિપ માં આપ સ્પષ્ટ સાંભળી શકો છો.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.