શિક્ષણ મંત્રી ની દુરંદેશી અને દંડક વેકરિયા ની મહેનત રંગ લાવી દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા મંજુર - At This Time

શિક્ષણ મંત્રી ની દુરંદેશી અને દંડક વેકરિયા ની મહેનત રંગ લાવી દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા મંજુર


અમરેલી દેવભૂમિ દેવળીયા તા.જી.અમરેલી ગામે ગ્રામ પંચાયતની દેવભૂમિ દેવળીયા ગામના વિધાર્થી ભાઈ બહેનો માટે માઘ્યમિક શાળા ન હોવાથી પડતી મુશ્કેલી સંદર્ભે માનનિય ધારાસભ્યશ્રી નાયબ મુખ્ય દંડક  કૈાશિકભાઈ વેકરીયા ને રજુઆત કરતા તેમના અર્થાગ પ્રયત્નો થકી રાજ્ય ના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિીયાની દિર્ધદ્રષ્ટિથી રાજય સરકારશ્રી દ્રારા દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા મંજુર કરી આજરોજ ધોરણ–૯ માં વિધાથી–બહેનોને વાંજતે ગાજતે કુંમકુમ-તિલક કરી શિક્ષણાધિકારી શ્રીની કચેરીના કૈલાસબેન મકવાણા (એ.આઈ.) દક્ષાબેન દેવાણી દેવભૂમિ દેવળીયા સરકારી માઘ્યમિક શાળા-પ્રિન્સીપાલશ્રી લેઉવા મેડમ (એ.આઈ.) ડી.ઓ. કચેરી અમરેલી તેમજ સરપંચશ્રી ભાવનાબેન સુખડિયા દેવભૂમિ દેવળીયા ઉપ સરપંચશ્રી ધમિષ્ઠાબેન સભ્યશ્રી કંચનબેન તાલુકા સભ્યશ્રી ભાવેશભાઈ સોલડીયા તેમજ પ્રાથમિક શાળા આચાર્યશ્રી રિતેશભાઈ શિંગાળા તેમજ સ્ટાફ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને ધોરણ-૯ માં પ્રવેશ ઉત્સવ કરી સરકારી માધ્યમિક શાળાની શુભ શરૂઆત કરવામાં આવી આથી મજબુર બની અપડાઉનમાં દિકરીઓને તેમજ ગરીબ વિધાર્થીઓને હવે સ્થાનિક જ લેવલે સરકારશ્રીની શિક્ષણ અંગેની આ શરૂઆતથી દેવભૂમિ દેવળીયા ગામ તેમજ આસપાસના કાલસ્ટ્રર એરીયાના લાગુ ગામનો વિધાર્થી–બહેનોને માધ્યમિક શાળા થકી શિક્ષણનો પાયો મજબુત કરી આગળ વધવાનો મોકો પ્રાપ્ત થતા ગ્રામજનોમાં ખુશીનો મહોલ ફેલાયો છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.