બોટાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
ભારે વરસાદ બાદ બરવાળા મૂંગલપુર રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ કરી રોડ પૂર્વવત કરાયો
બોટાદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અન્વયે આર એન્ડ બી -પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે બોટાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેને ધ્યાને રાખીને રસ્તા પર અવર-જવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ તકે મામલતદાર અને એકઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ બરવાળાના નેતૃત્વમાં R & B પંચાયત, બરવાળા દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રોડની બન્ને સાઈડ ડ્રેનેજના અવરોધ દૂર કરીને રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ભારે વરસાદના કારણે બંધ થયેલા મૂંગલપુર રોડને પણ પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.