ફૂલ સ્પીડમાં કારે યુવકને ઉલાળ્યો, CCTV:હવામાં ઉછળી રોડ પર પટકાયો, બંને પગ અને માથામાં ગંભીર ઈજા; મહારાષ્ટ્રના કોલ્હાપુરની ઘટના - At This Time

ફૂલ સ્પીડમાં કારે યુવકને ઉલાળ્યો, CCTV:હવામાં ઉછળી રોડ પર પટકાયો, બંને પગ અને માથામાં ગંભીર ઈજા; મહારાષ્ટ્રના કોલ્હાપુરની ઘટના


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી હિટ એન્ડ રનનો એક કિસ્સો સામે આવ્યો છે. એક ફૂલ સ્પીડમાં આવતી કારે રોડ કિનારે ચાલી રહેલા યુવકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આરોપી ડ્રાઈવરની શોધ ચાલી રહી છે. હાલ તેની ઓળખ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 28 ઓગસ્ટના રોજ ઉચગાંવ રોડ પર ગાડગે પાટીલ ઈન્ડસ્ટ્રીઝની બહાર બની હતી. પીડિતનું નામ રોહિત સખારામ હપ્પે છે. તે કંપનીમાં નાઈટ ડ્યુટી પર જઈ રહ્યો હતો. સીસીટીવીમાં દેખાય છે કે રોહિત રોડ કિનારે ચાલી રહ્યો છે. ત્યારે એક સફેદ કારે તેને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રોહિત હવામાં કેટલાય ફૂટ ઉછળ્યો હતો. તેના બંને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઓગસ્ટ 18: કાર અથડાતા એક વ્યક્તિએ કેબ ડ્રાઇવરને માર માર્યો
મુંબઈમાં 18 ઓગસ્ટે રાત્રે લગભગ 11.20 વાગ્યે અસલ્ફા મેટ્રો સ્ટેશન પાસે કારની ટક્કર પર વિવાદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ અન્ય યુવકને ખરાબ રીતે મારતો અને તેને ઉપાડીને ફેંકતો જોવા મળ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે ઓલા કેબ ડ્રાઈવર કયામુદ્દીન અન્સારી (24)એ 30 ઓગસ્ટે આ મામલે કેસ દાખલ કર્યો હતો. કયામુદ્દીન એક મુસાફરને લઈને નવી મુંબઈના ઉલવે તરફ જઈ રહ્યો હતો. જ્યારે તે અસલ્ફા મેટ્રો રેલ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ઓડી કારે ટક્કર મારી હતી. જ્યારે અંસારી કારમાંથી બહાર આવ્યો ત્યારે ઓડીમાં બેઠેલા દંપતી રિષભ ચક્રવર્તી (35) અને તેની પત્ની અંતરા ઘોષ (27)એ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઋષભે અંસારીની કારમાં લગાવેલ ઓલા કેબ ડિવાઈસ બહાર કાઢ્યું. આ પછી દંપતી સ્થળ પરથી ભાગી ગયું હતું. અંસારીએ ઓડી કારનો પીછો કર્યો હતો. આ કાર ઘાટકોપરની એક બિલ્ડિંગની અંદર જતી જોવા મળી હતી. અંસારીની કાર ઓડીની પાછળ હતી. આ દરમિયાન અંસારીની કાર ઓડી સાથે અથડાઈ હતી. આના પર ઋષભ કારમાંથી બહાર આવ્યો અને અંસારીને જોરદાર થપ્પડ માર્યો. આ પછી તેણે તેને ઉંચકીને નીચે પછાડ્યો હતો. મારપીટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે કહ્યું છે કે દંપતી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે એમ પણ કહ્યું કે અંસારી ઘાટકોપરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.