ઢસા ગામ ખાતે આંબરડી રોડ પર આવેલા ચેક ડેમની એક બાજુની દીવાલની તાત્કાલિક મરામત કરાઈ : ગામલોકોએ કામગીરી નો સંતોષ માની અધિકારીઓનો આભાર માન્યો
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે ગઢડા તાલુકાના ઢસા ગામ ખાતે આંબરડી રોડ પર આવેલા ચેક ડેમની એક બાજુની દીવાલ જર્જરીત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ગઢડા મામલદાર ચાર્મીબેન રાવલ, તાલુકા વિકાસ અધિકારી એ.એ. વાળા, પી.આઇ રાઠોડ તેમજ સરપંચ મુકેશભાઈ રાજપરા સહિતના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઘટનાની બોટાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર હદવાણીને જાણ કરાતા તેમના માર્ગદર્શન હેઠળ ઢસા ગ્રામ પંચાયતના સહયોગથી ડેમની મરામતની કામગીરી કરવામાં આવી હતી સમગ્ર મામલે ગઢડા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને ચેકડેમની દીવાલની સ્થિતિ અંગે જાણ થતાં અમે તુરંત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરના સૂચન મુજબ કામગીરી શરૂ કરાવી દીધી હતી. હાલ વરસાદી માહોલમાં ગામલોકોને નદી તટ પાસે અવરજવર ન કરવા મારો અનુરોધ છે”ગામલોકોએ કામગીરી પરત્વે સંતોષ માની અધિકારીઓનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.