શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો - At This Time

શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.31-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યો હતી આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારી વિવેકસાગરસ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો છે આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે તો આજે દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ પણ ધરાવામાં આવી રહ્યો છે જેમાં કાજુ અને ડ્રાયફ્રુટની મીઠાઈ છે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે 11:00 કલાકે ગુલાબજાંબુ,કાજુકતરી,બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.