‘રામ’ નામની ધૂન પર વાંદરો નાચવા લાગ્યો!:ભજન ગાઈ રહેલી મહિલાના ખોળામાં બેસી ગયો, પછી તેને ગળે લગાવી; વીડિયોએ ધૂમ મચાવી
વાંદરાઓ સ્વભાવે ખૂબ જ તોફાની અને રમતિયાળ હોય છે. જ્યારે તેમની રમૂજી શૈલી કેટલીકવાર લોકોના ચહેરા પર સુંદર સ્મિત લાવે છે, તો અમુક વખતે તેમની મસ્તી લોકોને હેરાન કરી દે છે. ઈન્ટરનેટ પર દરરોજ વાંદરાઓ સાથે જોડાયેલા આવા અનેક વીડિયો સામે આવતા રહે છે, જે ક્ષણભરમાં વાઇરલ થઈ જાય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં એક કપિરાજ હરે રામ, હરે કૃષ્ણનું ભજન સાંભળવામાં તલ્લીન જોઈ શકાય છે. વીડિયોમાં વાંદરો પણ કૂદીને ડાન્સ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. હરે રામા, હરે કૃષ્ણ સાંભળીને વાંદરો હર્ષભેર નાચીને મહિલાને ગળે લાગ્યો
વાઇરલ વીડિયોમાં વાંદરાની આ સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે, કદાચ આ જ કારણ છે કે આ વીડિયોને ખૂબ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો એક રેસ્ટોરન્ટનો લાગે છે, જ્યાં એક મહિલા ખુરશી પર બેસીને 'હરે રામા, હરે કૃષ્ણ' ગીત ગાતી જોવા મળે છે, જેને સાંભળીને વાંદરો હર્ષભેર નાચવા લાગે છે અને તેને ખૂબ જ પ્રેમથી ગળે લગાવે છે. વીડિયોમાં એક વાંદરો મહિલાના ખોળામાં બેઠેલો જોઈ શકાય છે. વાંદરો મહિલાના ખોળામાં નાચવા લાગ્યો
X પર આ વીડિયો પોસ્ટ કર્યો છે માત્ર 56 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો. અન્ય એક યુઝરે લખ્યું, આંટી તેને ખૂબ જ પ્રેમથી રમાડી રહ્યાં છે. ત્રીજા યુઝરે લખ્યું, કળિયુગમાં માત્ર નામનો આધાર છે અને આ નામની શક્તિ છે. ચોથા યુઝરે લખ્યું, સુંદર વીડિયો! પરંતુ ખૂબ જોખમી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.