આફતના સમયે પરિવાર બન્યું જિલ્લા વહિવટી તંત્ર
બરવાળા તાલુકાનાં ખાંભડા શેલ્ટર હોમ ખાતે આશ્રીતો માટે ભોજન અને આરોગ્ય સંબંધી ઉત્તમ વ્યવસ્થા
કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે... એવુ જ કંઈક બન્યું છે બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામનાં લોકો સાથે જ્યારે સર્વત્ર અને અવિરત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બોટાદ જિલ્લામાં આવેલો ખાંભડા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અને ઝુપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને બોટાદ જિલ્લા વહિવટી તંત્ર અને બરવાળા તાલુકા પ્રશાસન દ્વારા તાત્કાલિક ખાંભડા શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો અહીં તમામ આશ્રીતોને ઘર જેવુ પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહ્યું છે જેમાં સવારે ચા-દૂધ, નાસ્તો, બપોરે ભોજન તેમજ સાંજે કઢી-ખીચડી સહિતનું સમતોલ ભોજન આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત એક આરોગ્ય ટીમ પણ ત્યાં ફરજ બજાવી રહી છે જેથી કોઈ પણ ઇમરજન્સીમાં આરોગ્ય સેવાઓ આપી શકાય આમ, શેલ્ટર હોમનાં તમામ આશ્રીતો માટે પ્રશાસન એક કુટુંબના સભ્યની જેમ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે જેના થકી બોટાદ વહીવટી તંત્ર સરકારની લોકકલ્યાણની વિભાવનાને સાર્થક કરી રહ્યું છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.