બોટાદ ખાતે મુસાફર પોતાની બેગ સીટ પર ભૂલીને નીચે ઉતર્યો હતો ત્યારે એક યાત્રી અને રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી
(અસરફ જાંગડ દ્વારા)
25 ઓગસ્ટ, 2024 (રવિવારે) ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસમાં એક મુસાફરની બેગ આકસ્મિક રીતે સીટ ઉપર રહી ગઈ હતી, જેને એક સારા રેલ્વે મુસાફરે ઈમાનદારી બતાવીને ટ્રેનમાંથી નીચે ઉતારીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ મહુવાના કાર્યાલયને સોંપ્યું. તેઓએ સ્વચ્છતા કાર્યકરની હાજરીમાં બેગ ખોલવામાં આવી ત્યારે બેગમાંથી ₹ 19,000 રોકડ અને કપડાં સહિતની એક ડાયરી મળી આવી હતી.તે ડાયરીમાં કેટલાક મોબાઈલ નંબર લખેલા હતા. તે ડાયરીના 30 થી 40 જેટલા મોબાઈલ નંબર પર એક પછી એક ફોન કરતા જાણવા મળ્યું કે પેસેન્જર સુરતથી બોટાદ ગયો હતો. બોટાદ ખાતે મુસાફર પોતાની બેગ સીટ પર ભૂલીને નીચે ઉતર્યો હતો. મુસાફરનો મોબાઈલ નંબર મળતાં તેણે કહ્યું કે તેને લાગ્યું કે જાણે કોઈ તેની બેગ ચોરાઈ ગયું હોય. મહુવાના સ્ટેશન અધીક્ષક અને કોચિંગ સુપરવાઈઝર દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમની બેગ સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ, મહુવાની કચેરીમાં સલામત રીતે રાખવામાં આવી છે. સ્ટેશન પર પહોંચીને બેગ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે પેસેન્જરે સોમવારે આવીને બેગ લેવાનું કહ્યું. સ્ટેશન પર પહોંચતા જ યાત્રીની બેગ જરૂરી તપાસ બાદ સોંપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.