ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ શાળામાં જન્માષ્ટમી પર્વને લઈ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો
ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ શાળામાં જન્માષ્ટમી પર્વને લઈ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો
ભારત સહિત ગુજરાતમાં લોકો જન્માષ્ટમીનો તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવાતાં હોય છે ખાસ ખરીને નાના ભૂલકાઓમાં હવે આ પર્વને લઇ ખાસ ઉત્સાહ ઉમંગ રહે છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પર્વના થોડાક દિવસો પહેલા આ પર્વની ઉજવણી થવા લાગે છે. ખાસ તો શાળાઓ માં અભ્યાસ કરતાં બાળકોમાં ભારતની સંસ્કૃતિ અને હિંદુ ધર્મ માં આવતાં તહેવારો અને તેનું મહત્વ સમજાવવા વિવિધ શાળાઓ દ્વારા તહેવારો પહેલા વિવિધ રીતે ઉજવણી કરાય છે.
ત્યારે જન્માષ્ટમીની આ ઉજવણી દેશમાં કઈ રીતે થાય છે અને આ ઉત્સવનું શું મહત્વ રહેલું છે તેને ઉજાગર કરવા માટે જન્માષ્ટમી પર્વની ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ શાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવાર તથા વિધાર્થી ઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલ શાળામાં જન્માષ્ટમી પર્વની બાળકો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શાળામાં બાળકો દ્વારા વિવિધ ધાર્મિક કૃતિઓ, કૃષ્ણ જન્મ, મટકીફોડ અને વેશભૂષા નો કાર્યક્રમ કરવામાં આવેલ. આ અનેરા ઉત્સવમાં બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં વિધાર્થીઓની એક ટુકડીએ મટકી ફોડી હતી અને અન્ય વિધાર્થીઓ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા જય રણછોડ... માખણ ચોર..નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં વિધાર્થીઓ સાથે શાળા શિક્ષક ગણ પણ સહભાગી થયા હતા. શાળાના વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિને જાણી સમજી શકે તેવા શુભ આસયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 760780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.