કોલકાતા રેપ-મર્ડર કેસ, CBI પૂર્વ પ્રિન્સિપાલના ઘરે પહોંચી:મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિઓના કિસ્સામાં તપાસ ચાલુ; આજે આરોપી સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે
કોલકાતા રેપ- હત્યા કેસની તપાસ કરી રહેલી CBI રવિવારે (25 ઓગસ્ટ) આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે પહોંચી હતી. નાણાકીય ગેરરીતિના કેસમાં CBIની એન્ટ્રી કરપ્શન બ્રાન્ચ કોલકાતામાં ઘોષના ઘર સહિત 15 સ્થળો પર સર્ચ કરી રહી છે. CBIએ નાણાકીય ગેરરીતિના કેસમાં શનિવારે (24 ઓગસ્ટ) સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી હતી. ઘોષ પર તેમના કાર્યકાળ દરમિયાન મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે. પશ્ચિમ બંગાળ સરકારે નાણાકીય ગેરરીતિઓની તપાસ SITને સોંપી હતી. જો કે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર SITએ તપાસ CBIને સોંપી દીધી છે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ અને હત્યા કરવામાં આવી હતી. સવારે તેની અર્ધ નગ્ન લાશ મળી આવી હતી. આ પછી દેશભરમાં ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોલકાતાના ડોક્ટરો આજે સતત 16મા દિવસે હડતાળ પર છે. બાકીના સંગઠનોએ હડતાળ સમેટી લીધી છે. મુખ્ય આરોપી સંજય રોયનો આજે પોલીગ્રાફ ટેસ્ટની શક્યતા
બીજી તરફ રેપ-મર્ડર કેસના મુખ્ય આરોપી સંજય રોયનો આજે પોલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે. સીબીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે પ્રેસિડેન્સી સુધાર ગૃહમાં રોયનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થઈ શકે છે, જ્યાં તેઓ બંધ છે. સંજય રોયનો શનિવારે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો હતો. જોકે, કેટલીક ટેકનિકલ ખામીના કારણે ગઈકાલે ટેસ્ટ ટાળવો પડ્યો હતો. ગઈકાલે પૂર્વ પ્રિન્સિપાલ, 4 સાથી ડોકટરો અને 1 વોલેંટિયરનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક ટીમે CBI ઓફિસમાં તેની પૂછપરછ કરી હતી. આ સિવાય સીબીઆઈએ શનિવારે ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યા કેસમાં 10 પોલીસ અધિકારીઓ અને વોલેંટિયર સહિત 15 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. કોલકાતા રેપ મર્ડર કેસની આજની તસવીરો... CBI ટીમને મળ્યા રેસિડેન્ટ ડોક્ટર, કહ્યું- તપાસથી સંતુષ્ટ નથી
રેસિડેન્ટ ડોકટરોની એક ટીમ શુક્રવારે (24 ઓગસ્ટ) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓને મળી હતી. શનિવારે, એક ડૉક્ટરે કહ્યું કે તેઓ CBI તપાસ અને તેના જવાબોથી સંતુષ્ટ નથી. ડો. કિંજલે કહ્યું કે અમે તમામ આરોપીઓને શોધવા માટે સમયમર્યાદા માંગી હતી, પરંતુ તેમણે કહ્યું કે તે શક્ય નથી. ત્યાંથી પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અમારી એકમાત્ર માંગ ન્યાય છે. કોર્ટે સીબીઆઈને રેપ-હત્યા કેસની તપાસ રિપોર્ટ 17 સપ્ટેમ્બર સુધીમાં સોંપવા કહ્યું હતું. પીડિતાના પરિવારે કહ્યું- પોલીસે ગેરમાર્ગે દોર્યા કોલકાતા રેપ-મર્ડર કેસની પીડિતાના પરિવારે કહ્યું- અમને CBI તપાસમાં વિશ્વાસ છે. પોલીસે અમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય વહીવટી તંત્ર કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક વ્યક્તિ આટલો ગંભીર ગુનો ન કરી શકે. એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં પિતાએ કહ્યું- ઘટનાને 14 દિવસ વીતી ગયા છે. લોકોને CBIમાં વિશ્વાસ છે. અમે પણ કરીએ છીએ, પરંતુ CBIએ હજુ સુધી કેસ ઉકેલ્યો નથી. ટીમે ઝડપથી કામ કરવાની જરૂર છે. એક-એક દિવસ એક વર્ષ જેવો લાગે છે. પીડિતાના પિતાએ પણ ડોકટરો પ્રદર્શનમાં જોડાવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આરજી કર હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરરીતિઓને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવતા પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પીડિતાની માતાએ કહ્યું- કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે તપાસ યોગ્ય રીતે કરી ન હતી. તેઓ ખૂબ જ ઉતાવળમાં હતા. અમે આશા રાખીએ છીએ કે મેડિકલ કોલેજમાં ચાલી રહેલા રેકેટને શોધી કાઢવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. સીબીઆઈએ કહ્યું- સેમિનાર હોલના દરવાજાની સ્ટોપર તૂટી ગઈ હતી
CBIએ કહ્યું- સેમિનાર હોલના દરવાજાની સ્ટોપર તૂટી ગઈ હતી CBIએ જણાવ્યું હતું હોસ્પિટલના સેમિનાર હોલના દરવાજાની સ્ટોપર થોડા દિવસોથી તૂટેલી હતી. દરેકને આ ખબર હતી. એટલા માટે જ્યારે ડૉક્ટર રાત્રે 2 થી 3ની વચ્ચે ગઈ ત્યારે તે બંધ કરી શકી નહોતી. ફરજ પરના તબીબે તેને સૂતા પણ જોઈ હતી. CBI હવે તપાસ કરી રહી છે કે આ ગુનાને કોઈ અડચણ વગર કેવી રીતે અંજામ આપવામાં આવ્યો? શું કોઈ બહારથી હોલ પર નજર રાખી રહ્યું હતું? સીબીઆઈ એ પણ તપાસ કરી રહી છે કે સેમિનાર હોલમાંથી કોઈ ચીસો કે અવાજ કેમ સંભળાઈ નહીં. ભાજપનો વિરોધ, સિબ્બલને અધીરની સલાહભાજપના કાર્યકરોએ 23 ઓગસ્ટે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બીજેપી સમર્થકોએ ચિનસુરા, સિઉરી, મિદનાપુર અને બાંકુરા પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધા હતા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલને ટ્રેઇની ડૉક્ટર રેપ મર્ડર કેસમાંથી ખસી જવાની સલાહ આપી છે. અધિરે કહ્યું કે હું વિનંતી કરીશ કે તે આ કેસમાંથી સાઈડમાં થઈ જાય. ગુનેગારોનો સાથ ન લેવો તે વધુ સારું છે. કારણ કે તેઓ એક સમયે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હતા. હજુ પણ રાજ્યસભાના સાંસદ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે કેસમાંથી ખસી જવું જોઈએ, આ મારી તમને વિનંતી છે. કોલકાતા રેપ-મર્ડર કેસને આત્મહત્યા કહેવાનો પ્લાન કેવી રીતે ઘડવામાં આવ્યો? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર - રોજ 90 રેપ થઈ રહ્યા છે, કડક કાયદો બનાવો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મમતાએ પીએમને લખ્યું કે દેશમાં દરરોજ બળાત્કારના 90 કેસ નોંધાય છે. આને રોકવા માટે કડક કાયદો બનાવવો જોઈએ. જરૂરી છે કે કેન્દ્ર સરકાર કડક કાયદો બનાવે, જેમાં આવા જઘન્ય ગુના કરનારાઓને કડક સજાની જોગવાઈ હોય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.