સગર્ભા માતા અને નવજાત શિશુ માટે 108 બની આશીર્વાદ સમાન.* - At This Time

સગર્ભા માતા અને નવજાત શિશુ માટે 108 બની આશીર્વાદ સમાન.*


યોગેશ કાનાબાર રાજુલા

*સગર્ભા માતા અને નવજાત શિશુ માટે 108 બની આશીર્વાદ સમાન.*

*રાજુલા ૧૦૮ ની ટીમ દ્વારા તાજા જન્મેલ બાળકને CPR એટલે કે છાતી પર દબાણ અને કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો*

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની 108 એમ્બ્યુલન્સ ને ગત રાત્રે 09:19 કલાકે એક ચાંચ બંદર ગામનો કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ રાજુલા 108 ની ટીમ તુરંત સ્થળ પર જવા રવાના થઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગર્ભા માતા ને પ્રસુતિ ની અસહ્ય પીડા હતી અને તે માતા એ પોતાના જ ઘરે એક નવજાત શિશુને હમણાં જ જન્મ આપ્યો હતો પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક સામાન્ય રીતે રડતું હોય છે પરંતુ આ બાળક રડતું ન હતું તેમજ તેના જે હદય ના ધબકારા હતા એ પણ ખૂબ જ ઓછા હતા જે થી ઇએમટી પ્રવીણ બામણીયા દ્વારા બાળકને તુરંત લઈ અને તેની સારવાર આપવાની ચાલુ કરી હતી જે અંતર્ગત નવજાત શિશુને હદય ના ધબકારા ઓછા હતા એટલે CPR એટલે કે છાતી પર દબાણ અને કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો. તેમજ પ્રસુતી બાદ માતાની હાલત પણ નબળી હોય જે થી 108 કોલ સેન્ટર પર ઊપસ્થિત ઉપરી ડોક્ટર સાથે વાતચીત કરી અને એમની સૂચના મુજબ જરૂરી ઈન્જેકશન અને બોટલ ચડાવવામાં આવ્યા હતા આમ, ઇ.એમ. ટી. પ્રવીણ બાંભણિયા અને પાઇલોટ ગિરીશ સોંદરવા દ્વારા યોગ્ય સમયસૂચકતા વાપરી અને પોતાની સૂજબુજ થી નવજાત બાળક અને માતા ને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો તેમજ સ્થળ પર થી એટલે કે ચાંચ બંદર ગામ થી મહુવા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, તેમજ સરકારી હૉસ્પિટલ ના ડોક્ટર દ્વારા માતા અને નવજાત શિશુ ને ત્યાં લઈ ગયા ત્યારે સરકારી હૉસ્પિટલ ના ડૉક્ટર દ્વારા પણ 108 ની ટીમ ને આવી સરાહનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા. અને દર્દીના સગા દ્વારા પણ 108 ટીમ અને એમની સેવાનો આભાર માન્યો હતો.

*અતી જોખમી માતાને રાજુલા થી અમરેલી દરમિયાન રસ્તા માંજ 108 એમ્બ્યુલન્સ ઊભી રાખી એમ્બ્યુલન્સ ની અંદરજ પ્રસુતી કરાવાઈ*

*અતિ જોખમી સગર્ભા માતા જેને સિકલસેલ એનેમિયા હોય એટલે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસુતિ કરાવી પડે તેમ હતી*

જ્યારે બીજા દિવસે સવારે એટલે કે 09:36 કલાકે રાજુલા સરકારી હોસ્પિટલ દ્વારા એક અતિ જોખમી સગર્ભા માતાને કે જેને સિકલસેલ પોઝિટિવ હતું અને અતિ જોખમી હોવાને લીધે તેને અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવું જરૂરી હતું તેમજ તેમની ત્યાં ડીલેવરી થવી એ પણ જરૂરી હતી જે અંતર્ગત રાજુલા સરકારી હોસ્પિટલ દ્વારા આ દર્દીને રાજુલા થી અમરેલી સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યું હતો. જેથી રાજુલા 108 ની ટીમ દ્વારા એ સગર્ભા માતાને લઈ અને અમરેલી જવા માટે નીકળી ગયા હતા પરંતુ એ દરમિયાન રસ્તામાં જ ગોખરવાળા ગામ નજીક એમ્બ્યુલન્સ ની અંદર જ સગર્ભા માતાને પ્રસૂતિ ની અસહ્ય પીડા થતા રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખી અને ઇ.એમ.ટી. સોહીલ જાડેજા દ્વારા એમ્બ્યુલન્સ ની અંદર જ ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી. જેથી ઇએમટી સોહીલ જાડેજા અને પાયલોટ મેહુલ બારોટ એ યોગ્ય સુજબુઝ થી માતાની સફળ ડીલેવરી એમ્બ્યુલન્સ ની અંદરજ કરાવી હતી ત્યાર બાદ ઇએમટી સોહીલ જાડેજા દ્વારા 108 કોલ સેન્ટર પર ઉપસ્થિત ઉપરી ડોક્ટર સાથે વાતચીત કરી અને આગળની જરૂરી સારવાર અર્થે ડોક્ટરની સૂચના મુજબ માતાને જરૂરી ઇન્જેક્શન તેમ જ બોટલ ચડાવવામાં આવી હતી અને નવજાત શિશુ ને રૂટિન સારવાર આપી હતી ત્યારે બાદ પાયલોટ મેહુલ બારોટ દ્વારા સમય સૂચકતા વાપરી અને બાળક અને માતાને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આમ રાજુલા 108 ની ટીમ દ્વારા ગત બે દિવસોમાં ચાર જિંદગીઓ બચાવવામાં સફળતા મળી હતી તેમજ આવી સરાહનિય કામગીરી બદલ તેમના ઉપરી અધિકારીઓ દ્વારા પણ તેમને આવી ઉત્તમ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.