ધંધુકાની શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા ૭૮ માં સ્વાતંત્ર્ય દિન ભવ્ય ઉજવણી કરાઈ.
ધંધુકાની શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા ૭૮ માં સ્વાતંત્ર્ય દિન ભવ્ય ઉજવણી કરાઈ.
ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. ત્યારે અમદાવાદ જીલ્લા ના ધંધુકા ભાવનગર રોડ પર આવેલી શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા ૭૮ માં સ્વાતંત્ર્ય દિન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ નિમિત્તે શ્રી.ડી.એ.શિક્ષણ સંકુલ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં શાળાના આચાર્ય શ્રી પ્રદીપભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ અને નાટકો રજૂ કર્યા હતા. જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આમ સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.