જી.એચ.સી.એલ ફાઉન્ડેશન –જાફરાબાદ ખાતે સ્વાતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.
જી.એચ.સી.એલ ફાઉન્ડેશન –જાફરાબાદ ખાતે સ્વાતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.
તા ૧૫મી ઓગસ્ટ ૨૪ના રોજ જી.એચ.સી.એલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ જાફરાબાદ ખાતે ૭૮માં સ્વાતંત્ર દિનની ઉજવણી ધામ-ધૂમથી કરવામાં આવી હતી.
જી.એચ.સી.એલ ના સીનીયર જનરલ મેનેજર શ્રી જે.વી જોશી સાહેબ દ્વારા ધ્વજારોહણ કરી તિરંગાને આન ,બાન, અને શાન સાથે સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી શ્રી અયુબભાઇ દરબાને મહેમાનોને આવકાર્ય હતા. વી.ટી.આઈ જાફરાબાદ અને વી.ટી.આઈ વિક્ટર ના તાલીમાર્થીઓ દ્વારા દિલ ધડક સંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ તકે જી.એચ.સી.એલ ના સીનીયર જનરલ મેનેજર શ્રી અજીતભાઈ કોટેચા સાહેબ દ્વારા શહીદોને યાદ કરી તાલીમાર્થીઓને બિરદાવ્યા હતા. કાર્યક્રમને અંતે શ્રી જે.વી.જોશી સાહેબે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમ માં જી.એચ.સી.એલ ના મેનેજર શ્રી કૃષ્ણકાંત ઠાકુર, શ્રી અરીફ્ભાઈ માજોઠી, શ્રી પમ્પનીયા સાહેબ , શ્રી પાર્થિવ પટેલ પોતાના ટીમ સાથે હાજર રહયા હતા. આ તકે જાફરાબાદ ૧૦૮ની ટીમ પણ સામેલ થઇ હતી, બહોળા પ્રમાણમાં તાલીમાર્થીઓ, નગરજનો, અને વાલીગણ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જી.એચ.સી.એલ વોકેશન ટ્રેનીગ ઇન્સ્ટીટયુટની સમગ્ર ટીમે શ્રી ચિંતનભાઈ ઠાકર અને મહેન્દ્રભાઈ મજેઠીયા ના નેજા હેઠળ ભારે જહેમત ઉઠાવી હતી.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.