અમદાવાદ રેલ્વે જંક્શન ઉપર ટિકિટો ની કાળાબજાર ની ફરીયાદ અને ગુપ્ત માહિતી મળતા રેલ્વે વિજિલન્સ ટીમનો સપાટો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૫મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર જનરલ ટીકીટ ઉપર વધારે પૈસા વસૂલતી ટોળકીનો વેસ્ટર્ન રેલ્વેની મુંબઈ વિજિલન્સ ટીમે કર્યો પર્દાફાશ,
વેસ્ટર્ન રેલ્વેના વિજિલન્સ વિભાગે અમદાવાદ રેલ્વેમાં જનરલ ટિકિટ ( બુકિંગ ) ઓફિસ પાસે એક અનઅધિકૃત ઈસમ દ્વારા મુસાફરો ને ભ્રામક વાતો કરી ગેરકાયદેસર રીતે જનરલ ( અનરિઝર્વ્ડ ) ટિકિટોનું વેચાણ કરી ગેરકાયદેસર રીતે ટિકિટના વધારે નાણાં વસૂલતો હતો તે દરમ્યાન આ રેલ્વે ટીકીટ ની કાળાબજારી કરતાં એક ઈસમની મુંબઈ વેસ્ટર્ન રેલ્વેના વિજિલન્સ વિભાગે ધરપકડ કરી રેકેટનો પર્દાફાશ કર્યો,
અમદાવાદ રેલ્વે સ્ટેશનની ટીકીટબારી ( બુકિંગ ઓફિસની ) પાસે કેટલાક અનધિકૃત વ્યક્તિઓ જનરલ ( અનરિઝર્વ્ડ ) ટિકિટો ખરીદીને અન્ય રાજ્યમાંથી આવતા જતા મજૂર અને અશિક્ષિત વર્ગના મુસાફરોને બમણા ભાડામાં ટીકીટ આપી મુસાફરો ને ટાર્ગેટ કરતા હતાં અને જનરલ ટિકિટો ની કાળાબજાર કરતી આ ટોળકીના એક મુખ્ય ઈસમ ને પશ્ચિમ રેલ્વેની મુંબઈ થી આવેલ વિજિલન્સ ટીમે આયોજનબદ્ધ રીતે રંગે હાથે ઝડપી લીધો,
મુંબઈ ની વિજિલન્સ ટીમે ટિકિટ લેવા માટે આ જનરલ ટિકિટો ની કાળાબજાર કરતા ઈસમ પાસે ડમી પેસેન્જર તરીકે એક વ્યક્તિને મુસાફર બનાવી ટીકીટ લેવા મોકલ્યો હતો અને જ્યારે તે ટિકિટ સપ્લાય કરવા આવ્યો ત્યારે વિજિલન્સ ટીમે તેને રેલ્વે પરીસર ટીકીટ બુકિંગ હોલ પાસે રંગે હાથ ઝડપી લીધો હતો,
વિજિલન્સ ટીમની આ સફળ કામગીરી બાદ તપાસ દરમિયાન અન્ય મુસાફરોએ પણ વિજિલન્સ ના અધિકારીને સ્ટેશન ઉપર ગેરકાયદેસર રીતે ટીકીટ ભાડું વધારે વસૂલાતા તત્વો અંગે ફરિયાદ કરી હતી,
વિજિલન્સે દ્વારા આરોપી ઈસમ ને રંગે હાથ પકડીને આગળની કાયદેસર કાર્યવાહી અર્થે અમદાવાદ ડિવિઝન ના આર.પી.એફ વિભાગ ને સોંપવામાં આવ્યો હતો,
પશ્ચિમ રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત તકેદારી વિભાગે એટલે કે વિજિલન્સ ટીમ ને આ સફળતા પ્રાપ્ત કરી બિનઅનામત ટિકિટો ની કાળાબજાર નું રેકેટ ઉજાગર કર્યું છે,
આવનારા સમયમાં અને તહેવારો ટાણે અમદાવાદ રેલ્વે સ્ટેશન સહિત વેસ્ટર્ન રેલવેના અનેક રેલ્વે સ્ટેશનો રેલ્વે ટીકીટ ની કાળાબજાર કરતા તત્વો ઉપર સકંજો કસવા વિજિલન્સ ની રડારમાં રહે એવી સંપૂર્ણ શક્યતાઓ.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.