ISROનો EOS-08 સેટેલાઇટની લોન્ચિંગ આજે:શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે; અગાઉ 15મી ઓગસ્ટે થવાની હતી - At This Time

ISROનો EOS-08 સેટેલાઇટની લોન્ચિંગ આજે:શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે; અગાઉ 15મી ઓગસ્ટે થવાની હતી


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 12 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (EOS-08) 16 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહને SSLV-D3 લોન્ચ વ્હીકલની મદદથી શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. અગાઉ ઈસરોએ લોન્ચની તારીખ 15 ઓગસ્ટ નક્કી કરી હતી. જો કે વિલંબ પાછળનું કારણ જણાવ્યું નથી, પરંતુ ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટથી લોન્ચ વિશે અપડેટ માહિતી આપી હતી. EOS-08નું ત્રીજું પેલોડ UV કિરણોનું નિરીક્ષણ કરશે
EOS-08 ઉપગ્રહ ત્રણ પેલોડ ધરાવે છે. તેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેકમેટ્રી પેલોડ (GNSS-R) અને SiC-UV ડોસીમીટરનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.