ઉપલેટા શહેરના યાદવ રોડ પર નગરપાલિકા તંત્રના ઢીલાશનું મોટું પરિણામ જોવા મળ્યું: સિમેન્ટ રોડ પડેલા મોટા ખાડાઓના કારણે માલ ભરેલ મેટાડરે પલટી મારી, ડ્રાઈવરનો આબાદ બચાવ થયો
સિમેન્ટ રોડના મસ મોટા ખાડાઓની સમસ્યાને લઈને થઈ રહેલા અકસ્માતોની સ્થાનિકોએ અનેક વખત તંત્રને ફરિયાદ કરી છતાં પરિણામ શૂન્ય
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪, ઉપલેટા શહેરના યાદવ રોડ પર બનાવવામાં આવેલ સિમેન્ટ રોડમાંથી પસાર થઈ રહેલા માલ ભરેલ એક મેટાડોરનું ટાયર મોટા ખાડામાં ફસાઈ જતા માલ ભરેલો મેટાડોર ધડાકાભેર પલટી મારી ગયો હતો. આ માલ ભરેલ મેટાડોર પલટી મારતા આસપાસના લોકોમાં થોડા સમય માટે નાશ ભાગ થઈ હતી ત્યારે સિમેન્ટ રોડ પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે સર્જાયેલ આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. યાદવ રોડ વાહન ચાલકો અને રાહદારીઓથી ભરપૂત હોય છે પરંતુ અહીંયા બનેલ બનાવ બપોરના સમયે બનેલ હોવાથી આ રસ્તા પર કોઈ વાહન ચાલકો કે રાહદારીઓ અને આસપાસના નાના બાળકો ન હોવાને કારણે બીજી પણ મોટી દુર્ઘટના કે જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા અને સાથે આસપાસના નાના બાળકોના માતા-પિતા તેમજ અહીંયાથી પસાર થતાં રાહદારીઓએ ભગવાનનો આભાર પણ માન્યો હતો.
ઉપલેટા નગરપાલિકા તંત્રનું કામ જાણે કોઈનું સાંભળવાનું નહીં કે લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવાનું બની ગયું હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે. અહીંયા ની નગરપાલિકા કચેરીની એ.સી. ઓફિસમાં બેઠા અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ પોતાની જવાબદારી કે ફરજ તેમજ માનવ જિંદગીનું કોઈ પણ મૂલ્ય ન સમજતા હોય ગંભીર દુર્ઘટનાઓને જોવા માટે ઓફિસમાં અને કચેરીઓમાં કામ કરતા હોય તેવી અનેક ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે. અગાઉ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ કરવા છતાં ઉપલેટા નગરપાલિકાના મુખ્ય જવાબદાર ચીફ ઓફિસર દ્વારા પોતાની યોગ્ય જવાબદારી ન નિભાવતા કોલકી રોડ પર આવેલો પાણીનો ટાંકો તૂટી પડતા મોટી દુર્ઘટના બની હતી.
ઉપલેટા નગરપાલિકા તંત્રને અનેક વખત અનેકો પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે ખરાબ રસ્તા, કાદવ કીચડ અને પ્રી-મોન્ટસૂનની કામગીરીને લઈને લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવામાં આવી છે પરંતુ લેખિત તેમજ મૌખિક ફરિયાદો અધિકારીના વંચાણે ન પડતી હોય તેવું લાગી રહ્યું છે. જવાબદારો પોતાની નૈતિક જવાબદારી અને લોકોના જીવનું જોખમ ઊભું ન થાય તે માટેની માનવતા ભરી પણ જવાબદારી નહીં નિભાવી રહ્યા હોય તેવું નગરજનો રોષ સાથે પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે.
ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો અને નગરજનો તેમજ મોટા રાજનેતાઓ પણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જાણે જવાબદારી ના નિભાવતા હોય અને કામ ન કરવાની દાનતથી ગાંધીનગર તેમજ દિલ્હી સુધી પહોંચી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ જવાબદાર પાલિકા તંત્ર સામે આગામી દિવસોમાં ફરિયાદ કરવા માટેની અને ન્યાયપાલિકાના દરવાજા ખખડાવવા માટેની પણ તૈયારીઓ થઈ ચૂકી હોવાનું સૂત્રો પાસેથી સામે આવ્યું છે. અહિયાં માનવ જિંદગીની કોઈપણ કિંમત કે તેમને અકસ્માતનો ભોગ ન બનવા પડે અને માનવીય જિંદગી ન જોખમાય તે માટેની પોતાની જવાબદારી ન નિભાવી માનવ જિંદગીનું કે પોતાની જવાબદારીમાં કોઈપણ પ્રકારનો રસ કે જવાબદારી નોંધાવતા હોવાના અને કિસ્સાઓ અને ફરિયાદો સામે આવી છે.
ઉપલેટા નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે ઉપલેટા શહેરના યાદવ રોડ પર સિમેન્ટ રોડ પર પડેલા ખાડાને કારણે અનેક અગાઉ ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ કોઈ પણ નકર પરિણામ ન આવતા અકસ્માતે ઉપલેટા નગરપાલિકા તંત્ર કેવી જવાબદારી નિભાવવામાં આવી રહી છે તેનું પરિણામ આપતા આગામી દિવસોમાં પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓની બેદરકારી ભર્યા કામોથી પુરાવાઓ સાથે ન્યાય પાલિકાના દરવાજા ખડખડાવવા માટેની તૈયારીઓ પણ થઈ રહી હોવાની સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
ઉપલેટાથી ગાંધીનગર અને દિલ્હી સુધીના છેડા ધરાવતા ઉપલેટાના રાજનેતાઓની એવી પણ ફરિયાદો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે કે, ઉપલેટા નગરપાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં જ મસગુલ હોય અને લોકોના કોઈપણ પ્રકારના માનવ જિંદગીની સુરક્ષાના કામ ન કરતા હોય તેમજ મલાઈદાર કામમાં જ રસ લેતા હોવાની ફરિયાદ દિલ્હીના દરવાજા સુધી પહોંચાડી હોવાની પણ માહિતીઓ સુત્રો પાસેથી મળી છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.